સૂર્યનુ રાશિ પરિવર્તન - આ રાશિના લોકો માટે છે ખુશખબર, ધન સંપત્તિમાં થશે વધારો

બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (16:34 IST)
સૂર્યનુ ગોચરીય પરિવર્તન 13 ફેબ્રુઆરી 2020 ના દિવસે શુક્રવારની રાત્રે 6.28 વાગ્યે મકર રાશિથી કુંભ રાશિમાં થવા જઈ રહ્યુ છે. સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે.  સૂર્ય લગભગ એક મહિનો કુંભ રાશિમાં રહેશે. સૂર્યની રાશિ બદલવાથી રાશિઓ પર પણ પ્રભાવ પડશે.  જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય આત્મા, પિતા, પૂર્વજ, ઉચ્ચ સરકારી નોકરી, પદ પ્રતિષ્ઠા અને માન સન્માનનો કારક ગ્રહ છે. સૂર્યના શુભ પ્રભાવથી જીવનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત થાય છે.  જ્યારે કે ખરાબ સ્થિતિ હોવાથી માન સન્માનમાં કમી, પિતાને કષ્ટ અને નેત્ર પીડાનો સામનો કરવો પડે છે.  આવામાં મેષ સહિત મોટાભાગની રાશિના જાતકો માટે સૂર્યનુ રાશિ પરિવર્તન ફાયદો પહોચાડશે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તનની તમારી રાશિ પર શુ પ્રભાવ પડશે. 
 
 
મેષ રાશિ - સૂર્યનુ રાશિ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે ખુશખબર લઈને આવી રહ્યુ  છે આ પરિવર્તનથી મેષ રાશિના જાતકોની આવકમાં જોરદાર વધારો થશે અને લાભના અનેક માર્ગ ખુલશે.  તમને શાસન અને પ્રશાસન બંનેનો સહયોગ મળતો દેખાય રહ્યો છે. 
 
વૃષભ રાશિ - સૂર્યના રાશિના પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં અસીમિત અધિકાર મળી શકે છે. તમને માન સન્માન સાથે કાર્યક્ષેત્રમાં લોકો પર નેતૃત્વ કરવાની તક મળી શકે છે. 
 
મિથુન રાશિ - મિથુન રાશિના જાતકોને સૂર્યના આ રાશિ પરિવર્તનને કારણે માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. તમને ધન અને ધાન્યનો લાભ થશે અને કાર્યોમાં સફળતાને કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. 
 
કર્ક રાશિ - કર્ક રાશિના જાતકોને પૈતૃક સંપત્તિ મળી શકે છે. બીજી બાજુ આ રાશિના જાતકોને પોતાના પિતાના આરોગ્યનુ ધ્યાન રાખવાની જરૂર છે. આ ઉપરાંત તમારુ કોઈ જુનુ રહસ્ય બહાર આવી શકે છે. જેની અસર તમારી છબિ પર પડી શકે છે તેથી સતર્ક રહો. 
 
સિંહ રાશિ - સૂર્યના રાશિ પરિવર્તનની અસર મુખ્ય રૂપથી સિંહ રાશિના સ્વાસ્થ્ય, વ્યક્તિત્વ અને દાંપત્ય જીવન પર પડી શકે છે. પહેલાના મુકાબલે ખુદને વધુ ચુસ્ત તંદુરસ્ત અનુભવ કરશો અને જૂની કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી મુક્તિ મળશે. 
 
કન્યા રાશિ - કન્યા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તો કોર્ટ કચેરી સાથે જોડાયેલ મામલામાં સારા પરિણામ પ્રાપ્ત થશે.  તમારા આરોગ્યને લઈને થોડી સાવધાની રાખો. 
 
તુલા રાશિ - સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી તુલા રાશિના શાસન પક્ષથી લાભ મળી શકે છે. પ્રેમના મામલે આ સમય તમારે માટે અનુકૂળ નથી.  નાનકડી વાત તમારા સંબંધોને ખરાબ કરી શકે છે. 
 
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિના જાતકોની અંદર આ સમય અહમની ભાવના આવી શકે છે. ખુદને બીજા કરતા સારા સાબિત કરવા માટે તમે આગળ રહીને વાત કરશો.  જો એક આ સમય કાર્યક્ષેત્રના હિસાબથી સારો છે. તમે તમારા કાર્યક્ષેત્રમાં મન લગાવીને કામ કર્શો. જેને કારણે તમને સારા પરિણામ મળશે. 
 
ધનુ રાશિ - તમારા ભાગ્યમાં વધારો થશે અને ભાગ્યની કૃપાથી તમારા બધા રોકાયેલા કામ બનશે.  તમારે આ સમય લાભ મળવા સાથે સમાજમાં સારુ માન સન્માન પણ પ્રાપ્ત થશે. 
 
મકર રાશિ - મકર રાશિ માટે આ રાશિ પરિવર્તનનના કારણે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. 
 
કુંભ રાશિ - સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં અનેક પ્રકારના ફેરફાર જોવા મળશે.  જેને કારણે તેમની અંદર આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.  કુંભ રાશિના જાતક આ સમયે પોતાના આરોગ્યનુ ધ્યાન રાખે. 
 
મીન રાશિ - મીન રાશિના જાતકોને આ દરમિયાન પોતાના વિરોધીઓથી થોડુ સાવધ રહેવાની જરૂર છે. પણ નોકરી માટે કરવામાં આવેલ બધા પ્રયાસોમાં તમને સફળતા જરૂર મળશે. 


 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર