ચંદ્રમા કરતા સૂર્યની રોશની અત્યાધિક તેજ હોય છે. જે આંખો માટે નુકશાનદાયક હોય છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સોલર રેડિએશનને કારણે આંખોના નાજુક ઊતક ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. જેને કારણે આંખોની રેટિના પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. જ્યારે કે ચંદ્રગ્રહણ દરમિયાન સોલર રેડિએશનનો કોઈ ખતરો નથી રહેતો અને ન તો આંખો પ્રભાવિત થાય છે. આ જ કારણ છે કે ચંદ્ર ગ્રહણને ખુલ્લી આખો વડે જોઈ શકાય છે.
પણ જો તમે જ્યોતિષ અને ધર્મમાં વિશ્વાસ કરો છો તો ચંદ્ર ગ્રહણને જોવાથી બચો. ચંદ્ર ગ્રહણ દિલ, મગજ અને મન પર અસર કરે છે. જેવુ કે જળ સ્તરના પ્રમાણને ચંદ્ર ગ્રહણ પ્રભાવિત કરે છે. એ જ રીતે ભાવનાઓના ઉછાળ પર પણ અસર નાખે છે.
-ચંદ્ર ગ્રહણ જોવાથી માથુ ભારે થવાને ફરિયાદ થઈ શકે છે.
-માનસિક બીમારીઓથી ગ્રસ્ત વ્યક્તિને ચંદ્ર ગ્રહણથી દૂર રાખવામાં આવે છે.
-ચંદ્ર ગ્રહણ જો તમારી રાશિ માટે અશુભ બતાવાય રહ્યુ છે તો પછી મોર્ડન હોવાના ચક્કરમાં તેને જોવાનો પ્રયાસ ન કરો. તમારી માહિતી માટે બતાવી દઈએ કે મેષ, કર્ક, તુલા, કુંભ, મીન રાશિઓ માટે ગ્રહણ શુભ યોગ લઈને આવ્યુ છે. જ્યારે કે મિથુન, વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધનુ, મકર રાશિના લોકો માટે આ ગ્રહણના વધુ સારા પરિણામ નહી રહે.