Lunar Eclipse 2019: જાણો ચંદ્ર ગ્રહણનો સમય અને ઉપાય

સોમવાર, 15 જુલાઈ 2019 (15:17 IST)
16 જુલાઈના રોજ ચંદ્ર ગ્રહણ પડશે. જે ભારતમાં દેખાશે. આ વખતે અષાઢ મહિનાની પૂનમ એટલે કે ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થઈ રહ્યુ છે.  ભારત સાથે જ આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યૂરોપ અને દક્ષિણ અમેરિકામાં દેખાશે.    જ્યોતિષ મુજબ ગ્રહણ 16 જુલાઈ 2019ની રાત્રે લગભગ 1.30 વાગ્યાથી શરૂ થઈ જશે. તેનો મોક્ષ 17 જુલાઈની સવારે લગભગ 4.30 વાગ્યે પુરો થશે.  ગ્રહણ ત્રણ કલાક રહેશે.  149 વર્ષ પછી આવો દુર્લભ યોગ બન્યો છે આ પહેલા 12 જુલાઈ 1870ના રોજ 149 વર્ષ પહેલા ગુરૂ પૂર્ણિમા પર ચંદ્ર ગ્રહણ થયુ હતુ. એ સમયે પણ શનિ  કેતુ અને ચંદ્ર સાથે ધનુ રાશિમં સ્થિત હતો
 
 
સૂતકનો સમય - સમય બપોરે 1.30 વાગ્યાથી 17 જુલાઈની સવારે 4.31 સુધી રહેશે
ગ્રહણનું સૂતક ક્યારે લાગશે ? શાસ્ત્રોના નિયમ મુજબ ગ્રહણનું સૂતક નવ કલાક પહેલા જ શરૂ થઈ જાય છે.  તો આ હિસાબથી સૂતક 16 જુલાઈના રોજ સાંજે 4 વાગીને 31 મિનિટ પર શરૂ થઈ જશે. આવામાં સૂતક કાળ શરૂ થતા પહેલા ગુરૂ પૂર્ણિમાની પૂજા વિધિવત કરી લો. સૂતક કાળ દરમિયાન પૂજા નથી કરવામાં આવતી. સૂતક કાળ લાગતા જ મંદિરોના દ્વાર પણ બંધ થઈ જશે. 
 
ગ્રહણ કાળ શરૂ - 16 જુલાઈની રાત્રે 1 વાગીને 31 મિનિટ 
ગ્રહણ કાળનો મધ્ય 17 જુલાઈની રોજ સવારે 3 વાગીને 1 મિનિટ 
ગ્રહણનો મોક્ષ એટલે કે સમાપન - 17 જુલાઈની સવારે 4 વાગીને 30 મિનિટ 
 
ગ્રહણના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય - ગ્રહણ આમ તો વૈજ્ઞાનિક કારણ છે. પરંતુ ધાર્મિક માન્યતાઓમાં ગ્રહણનું વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતઓમાં વિશ્વાસ કરનારા લોકો ગ્રહણ સમયે શિવ ચાલીસાનો પાઠ કરી શકે છે.  ગ્રહણ સમાપ્ત થયા પછી સ્નાન કરીને ગંગાજળથી ઘરનુ શુદ્ધિકરણ કરવામાં આવે છે. પછી પૂજા પાઠ અને દાન દક્ષિણા આપવાનુ વિધાન છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર