Sagittarius - જાણો ધનુ રાશિ માટે કેવુ રહેશે વર્ષ 2018

શનિવાર, 30 ડિસેમ્બર 2017 (20:44 IST)
રાશિફળ 2018 ધનુ રાશિવાળા જાતકો માટે ખૂબ જ અનુકૂળ દેખાય રહ્યુ છે. આ વર્ષે તમારુ આરોગ્ય સારુ રહેશે અને આર્થિક  મામલામાં પણ તમને આશામુજબ પરિણામોની પ્રાપ્તિ થશે. કેરિયરમાં તમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે. આવો  વિસ્તારથી જાણીએ 2018માં શુ કહે છે તમારા ગ્રહો. 

રાશિફળ 2018 મુજબ સ્વાસ્થ્ય 
સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી વર્ષ 2018 તમારે માટે સામાન્ય રીતે સારુ દેખાય રહ્યુ છે. કારણ કે તમારો લગ્નેશ મોટાભાગના સમયમાં  લાભ ભાવમાં રહેશે.  મતલબ તમે તમરા સારા સ્વાસ્થ્યનો આનંદ લઈ શકશો. જો કે જો તમે ખાવા પીવા પર સંયમ રાખશો તો  પરિણામ વધુ સારુ જોવા મળશે. શનિ તમારા પ્રથમ  ભાવમાં છે અને કર્મ સ્થાનને જોઈ પણ રહ્યુ છે તો કાર્યનું પ્રેશર વધુ રહી શકે  છે. અને વચ્ચે એનર્જીની કમી અને થાકનો એહસાસ પણ રહી શકે છે. વર્ષના અંતિમ મહિનો થોડો કમજોર રહેશે. તેથી નિયમિત  વ્યાયામ કરતા રહો અને તમારી પ્રકૃતિ મુજબ ભોજન અને અન્ય પોષક તત્વ ગ્રહણ કરતા રહો. 
 
રાશિફળ 2018 મુજબ અભ્યાસ 
ધનુ રાશિના જાતકોને અભ્યાસ માટે આ વર્ષ સમાન્ય રીતે અનુકૂળ રહેવાનુ છે. તમારો ચતુર્થેશ અને ઉચ્ચ શિક્ષાનો કારક ગ્રહ  બૃહસ્પતિ તમારા લાભ ભાવમાં સપ્ટેમ્બર સુધી તો રહેશે જ. આવામાં તમારી શિક્ષણ વ્યવસ્થાને વધુ સારો બનાવશે.  તમારો  ઉચ્ચ  અભ્યાસ હોય કે શરૂઆતનો અભ્યાસ જો તમે મહેનતી છો તો પરિણામ ખૂબ સારા મળવાના છે. વર્ષના અંતિમ થોડાક મહિનામાં ગુરૂ  તમારા દ્વાદશ ભાવમાં જતા રહેશે તો મનની એકાગ્રતા ઓછી થઈને અભ્યાસમાં અવરોધ ઉભો કરશે. પણ જે વિદ્યાર્થી બહાર રહીને  અભ્યાસ કરવા માંગે છે કે બહાર ભણી રહ્યા છે તેમને માટે વર્ષનો અંત પણ અનુકૂળ રહેવાનો છે. 
રાશિફળ 2018 મુજબ અભ્યાસ 
ધનુ રાશિના જાતકોને અભ્યાસ માટે આ વર્ષ સમાન્ય રીતે અનુકૂળ રહેવાનુ છે. તમારો ચતુર્થેશ અને ઉચ્ચ શિક્ષાનો કારક ગ્રહ  બૃહસ્પતિ તમારા લાભ ભાવમાં સપ્ટેમ્બર સુધી તો રહેશે જ. આવામાં તમારી શિક્ષણ વ્યવસ્થાને વધુ સારો બનાવશે.  તમારો  ઉચ્ચ  અભ્યાસ હોય કે શરૂઆતનો અભ્યાસ જો તમે મહેનતી છો તો પરિણામ ખૂબ સારા મળવાના છે. વર્ષના અંતિમ થોડાક મહિનામાં ગુરૂ  તમારા દ્વાદશ ભાવમાં જતા રહેશે તો મનની એકાગ્રતા ઓછી થઈને અભ્યાસમાં અવરોધ ઉભો કરશે. પણ જે વિદ્યાર્થી બહાર રહીને  અભ્યાસ કરવા માંગે છે કે બહાર ભણી રહ્યા છે તેમને માટે વર્ષનો અંત પણ અનુકૂળ રહેવાનો છે. 

 
રાશિફળ 2018 મુજબ પ્રેમ અને દાંમ્પત્ય 
આ વર્ષ પ્રેમ સંબંધો માટે સામાન્ય રીતે સારુ રહી શકે છે.  ઉલ્લેખનીય છે કે તમારો લગ્નેશ ગુરૂ તમારા લાભ ભાવમાં રહીને તમારા પ્રેમ અને દાંમ્પત્યને દરેક રીતે સપ્ટેમ્બર સુધી સુરક્ષિત બનાવી રાખવાનુ વચન આપી રહ્યુ છે. જો કે પ્રથમ ભાવમાં આવેલ શનિ સપ્તમ ભાવ પર પોતાની ઝીણી નજર કાયમ રાખવા મતલબ દામ્પત્ય જીવનમાં થોડી પરેશાનીઓ લાવવાની કોશિશ કરશે. પણ ગુરૂની કૃપા દ્રષ્ટિ બધુ સંતુલિત બનાવી રાખશે. છતા પણ તમારે કારણ વગરની જીદથી બચવુ જોઈએ. સાથે જ સાથીના સ્વાસ્થ્ય અને ભાવનાઓનો પુરૂ ખ્યાલ રાખવો પડશે.  વર્ષના અંતિમ મહિનામાં તમને વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. એ સમય વાતનુ વતેસર ન બનાવો. જો સગાઈ કે લગ્નની પ્રક્રિયા આગળ વધારો છો તો વર્ષની શરૂઆતથી સપ્ટેમ્બરની વચ્ચે કાર્ય સમ્પન્ન કરી લેવુ યોગ્ય રહેશે. 
રાશિફળ 2018 મુજબ કામ અને વ્યવસાય 
કાર્ય વેપાર માટે આ વર્ષ સામાન્ય રીતે સારુ પરિણામ આપતુ દેખાય રહ્યુ છે. કારણ કે આ વર્ષનો લાભ મળવાના સારા યોગ બની રહ્યા છે તો સ્વભાવિક છે કે કામ ધંધો સારો ચાલશે ત્યારે તો સારો લાભ મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન અને ઈક્રીમેંટ મળવાના યોગ છે. જો ટ્રાંસફર માટે પ્રયાસ કરી રહ્યા છો તો  વર્ષના અંતમા આ મનોકામના પૂરી થઈ શકે છે.  જો કે શનિની કર્મ સ્થાનની દ્રષ્ટિ તમને ચેતાવણી આપી રહી છે કે કાર્ય પુરા થવામાં થોડો સમય વધુ લાગી શકે છે.  તેથી એકસ્ટ્રા ટાઈમ લઈને ચાલવુ જ યોગ્ય રહેશે. 
 
રાશિફળ 2018 મુજબ ભાગ્ય સ્ટાર 
રાશિફળ 2018 મુજબ ધનુ રાશિના જાતકોને 5માંથી 4 સ્ટાર્સ આપવામાં આવે છે. 
 
રાશિફળ 2018 મુજબ ઉપાય 
ઉપાયના રૂપમાં તમને શનિની શાંતિનુ વિશેષ અનુષ્ઠાન કરાવવુ જોઈએ અને નિયમિત રૂપે ભગવાન કૃષ્ણની પૂજા કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર