કર્ણાટકમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સરકાર બનાવવામાં અસમંજસની સ્થિતિ ને દૂર કરી શકે છે. બીજેપીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પા બુધવારે દિલ્હી પહોંચશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમના રહેઠાણ પર મુલાકાત કરશે. આ દરમિયાન બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેટલાક વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી પણ હાજર રહેશે.
શુ છે રાહુ કાળ
ઉલ્લેખનીય છે કે રાહુ કાળનો દિવસ એક એવો સમય છે જ્યારે રાહુ પોતાના પૂર્ણ પ્રભાવમાં રહે છે. એ દરમિયાન જો કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો સફળતની શંકા રહે છે. તેથી પંડિત અને જ્યોતિષ એ સમયને ટાળવાની સલાહ આપે છે. આવો જાણીએ શુ છે રાહુ કાળ. રાહુને પાપનો ગ્રહ માનવામા6 આવે છે. કોઈપણ શુભ કાર્ય કે યાત્રા પ્રસ્થાન ન કરવી જોઈએ. કારણ કે ગ્રહોના ગોચરમા6 બધા ગ્રહોનો દરેક દિવસ એક ચોક્કસ સમયનો હોય છે. તેથી રોજ એક સમય રાહુ માટે પણ હોય છે. જેને રાહુ કાલ કહે છે. જુદા જુદા સ્થાન પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ રાહુ કાળની અવધિ પણ જુદી જુદી હોય છે.