ગુપ્ત નવરાત્રિમાં કરો આ ઉપાય, નફાથી દુકાનનો ગલ્લો ભરેલો રહેશે

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (16:05 IST)
જો તમારા વેપારમાં ખોટ જઈ રહી છે કે તમારી અપેક્ષા મુજબ ઠીક નથી ચાલી રહ્યો તો તમે કોઈપણ ગુપ્ત નવરાત્રિની સવારે તમારા ઘરના પૂજા સ્થળ પર સ્નાન વગેરેથી પરવાની એક પાટલા પર લાલ રેશમી કપડુ પાથરો. તેના પર 11 ગોમતી ચક્ર અને 3 નાના નારિયળ મુકો.  રુદ્રાક્ષ કે સ્ફટિકની માળા દ્વારા આ મંત્રનો જાપ કરતા જાવ. 
 
'એં ક્લીં શ્રીં' 
 
તેની 11 માળા કર્યા પછી પોટલી બાંધીને તમારી દુકાન કે ઓફિસના મુખ્ય દ્વાર પર કોઈ ઉંચા સ્થાન પર ટાંગી દો. આ ઉપરાંત તમે દક્ષિણાવર્તી શંખમાં ચોખા ભરીને લાલ વસ્ત્રમાં લપેટીને પૂજા સ્થળ પર કોઈ સુયોગ્ય કર્મકાંડી દ્વારા શુદ્ધિ કરાવીને આ મંત્રથી અભિમંત્રિક કરાવીને સ્થાપિત કરાવી દો. 
 
 ‘ओम् ऐं सर्वकार्यसिद्धि कुरु  कुरु स्वाहा’ 
 
તમે જોશો કે ગુપ્ત નવરાત્રિમાં કરવામાં આવેલ આ પ્રયોગ દ્વારા તમારા વ્યવસાયમાં સુખ સમૃદ્ધિ, શાંતિ અને લીલી ક્રાંતિનુ આગમન થવા માંડશે.  આ ઉપરાંત તમે ખુદ આ મંત્રનો જાપ ધન વૃદ્ધિ માટે રોજ કરી શકો છો પણ ગુપ્ત નવરાત્રિમાં આનુ મહત્વ વધી જાય છે. 

‘ओम् श्रीं श्री ययै शिव कुबेराय श्रीं ओम् नम:’  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર