મેષ - મેષ રાશિના જાતકો માટે એપ્રિલનો મહિનો સામાન્ય રહેશે. પોતાના પરિવારને પર્યાપ્ત સમય આપશે તો સારુ રહેશે. પરિવાર સાથે સારો સમય વીતશે. આ મહિને તમારા કામ યોજનાબદ્ધ રૂપે પાર પડવાની કોશિશ કરો મહિનાના અંત સુધી મેષ રાશિના જાતકો ને આવક સારી રહેશે. પેટ સાથે સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. બિઝનેસ કરનારાઓ લોકો માટે આ મહિનો સારો છે. ઉધાર આપવાથી બચો. પ્રેમ સંબંધો માટે સમય ઉત્તમ છે.