લગ્ન પહેલા ન કરો આ કામ નહી તો લગ્ન પછી આવશે મુશ્કેલી

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (14:09 IST)
લગ્ન દરેક વ્યક્તિનુ સુંદર સપનુ હોય છે. બધાની ઈચ્છા હોય છે કે લગ્ન પછી તેમના જીવનમાં પ્રેમ અને આનંદ કાયમ રહે.  
 
પણ બદલતા સામાજીક પરિસ્થિતિયોમાં વૈવાહિક જીવનમાં પરસ્પર મતભેદ અને એકબીજાને દગો આપવાની વાતો પણ ખૂબ થવા લાગી છે. આવામાં એક જરૂરી વસ્તુ છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. 
 
લગ્ન પહેલા આ વાતો પર કરી લો વિચાર 
 
લગ્નની વાત જ્યારે નક્કી થવા લાગે તો આ વાત જાણી લો કે જેમની વચ્ચે નવા સંબંધો જોડાવવા જઈ રહ્યા છે શુ તેઓ એકબીજા માટે સહયોગી અને ભાગ્યશાળી છે. આ માટે જ્યોતિષશાસ્ત્રમાં કુંડળી મિલાનની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
કુંડળી મિલાન કરાવતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે થનારા વર વધુની કુંડળીમાં છુટાછેડા, વિયોગ, જેલ યાત્રા, ધન અભાવનો યોગ કેવો છે એ પણ જોવુ જરૂરી છે કે વર વધુની સંતાન અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે. આ બધા પછી કુંડળીમાં માંગલિક યોગનો વિચાર પણ જરૂર કરી લેવો જોઈએ. 
 
વિવાહ પહેલા આવી ભૂલ ન કરશો 
 
વર્તમાન સમયમાં અનેક લોકો આવી ભૂલ કરે છે જે લગ્ન પછી મુશ્કેલોનુ મોટુ કારણ બની જાય છે. આ ભૂલ છે ગ્રહ નક્ષત્રો સાથે રમત. મતલબ જ્યારે કોઈ માંગુ પસંદ આવી જાય છે અને કુંડળી મળતી નથી તો ઘણા લોકો ખોટી કુંડળી બનાવીને પરસ્પર કુંડળી મિલાન કરાવી દે છે. જેનાથી લગ્ન તો થઈ જાય છે પણ પછી વર વધુના જીવનમાં સુખ અને આનંદનો અભાવ કાયમ રહે છે.  
 
બીજી વધુ એક ભૂલ છે જે સામાન્ય રીતે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. કુંડળીમાં ગ્રહ દોષ હોય તો જ્યોતિષે બતાવેલ કેટલાક ઉપાયો કરીને ગ્રહ દોષથી મુક્ત મળી ગઈ એવુ માનવામાં આવે છે. પણ સત્ય એ છે કે મૂળ જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયોનો ક્યાય ઉલ્લેખ નથી. જ્યોતિષશાસ્ત્ર થનારી ઘટનાઓને જાણવા માત્ર માટે બન્યુ હતુ. ઈશ્વરના નિયમમાં દખલ આપવા માટે નહી. એ વાત જુદી છે કે પ્રાર્થના અને ધ્યાનથી થોડાક સુધારા જરૂર શક્ય છે. 

વેબદુનિયા પર વાંચો