વૃષભ રાશિ - વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ હોય છે.. આ રાશિના જાતક સૌથી વધુ શુક્રથી પ્રભાવિત થાય છે. શુક્ર ગ્રહને ધન, વિલાસિતા અને રોમાંસનો સૂચક માનવામાં આવે છે. આ રીતે જે લોકોની રાશિ વૃષભ હોય છે તે ધન અને વિલાસિતાના સાધનને મેળવવા માટે ધન કમાવવાનો કોઈને કોઈ રસ્તો કાઢી જ લે છે.
વૃશ્ચિક રાશિ - વૃશ્ચિક રાશિવાળા જાતકોને ભૌતિક સાધન પ્રત્યે ખૂબ જ પ્રેમ રહે છે. લકઝરી ગાડીઓ, ખૂબસૂરત બિલ્ડિંગ, મોટી સંપત્તિ વગેરે તેમને ખૂબ ગમે છે. આ વસ્તુઓને મેળવવા માટે આ રાશિના જાતક અથાગ મહેનત કરે છે. સમય આવતા તેને મેળવી પણ લે છે.
સિંહ રાશિ - સિંહ રાશિના જાતક ભીડમાં પણ પોતાની ઓળખ બનાવવા માંગે છે.. તેમનો વિચાર હોય છે કે તેઓ સૌથી જુદા દેખાય. ધન કમાવવા માટે આ રાશિના લોકો શારીરિક અને માનસિક શ્રમ કરવામાં ક્યારેય પાછળ રહેવા માંગતા નથી. સાથે જ આ લોકો કોઈપણ કામના નેતૃત્વની ક્ષમતા રાખે છે. જેને કારણે તેમની મોટાથી મોટા કામનુ નેતૃત્વ કરવા માટે પસંદગી કરવામાં આવે છે.