ક્યારે ન કરવું જન્મદિવસ પર આ કામ, એનાથી મળે છે વધારે અશુભ ફળ - જ્યોતિષ

રવિવાર, 6 મે 2018 (00:33 IST)
ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસને ખૂબ મહ્ત્વપૂર્ણ ગણાય છે. આથી જન્મદિવસને ઉત્સવના રૂપમાં ઉજવાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ જન્મદિવસનું ખૂબ મહત્વ છે. જન્મનો દિવસ, સમય અને સ્થાનના આધાર પર જ માણસની જન્મ કુંડળી બને છે. આથી જન્મદિવસને ખૂબ ખાસ રીતે ઉજવવો  જોઈએ. 
 
તમારા ગ્રહ તમને પ્રતિકૂળ ન ચાલે એ માટે જન્મદિવસના દિવસે કેટલાક  એવા  કામ છે જે ન કરવા જોઈએ. નહી તો આખું વર્ષ ખરાબ થઈ જાય. 

* જે દિવસે તમારો  જન્મદિવસ હોય એ દિવસે વાળ કે નખ ન કાપવા જોઈએ. આ ઉમર માટે સારું નથી ગણાતુ. 
* જે દિવસે જન્મદિવસ હોય એ દિવસે ઉત્સવ ઉજવવા માટે જીવની હત્યા ન કરવી જોઈએ એટલે કે માંસનું સેવન જન્મદિવસના દિવસે ન કરવું જોઈએ. આથી આશીર્વાદની જગ્યા શ્રાપ મળે છે જેથી તમને રોગ અને વિવાદનો  સામનો  કરવું પડે છે. 

* જન્મદિવસના દિવસે કોઈ સાધુ કે ભિખારીનું અપમાન ન કરવું જોઈએ. જો કોઈ યાચક તમારા બારણે આવે તો એને ભોજન કરાવો કે દાન જરૂર આપો. આથી ઉંમર અને સ્વાસ્થ્ય પર અનૂકૂળ પ્રભાવ પડે છે. 
* જન્મદિવસના દિવસે કોઈની સાથે ઝગડો ન કરવો  જોઈએ પણ શત્રુઓને  પણ પ્રેમભાવથી મળીને રહેવું જોઈએ. શાસ્ત્રો મુજબ જે માણસ આ દિવસે વાદ-વિવાદમાં પડે છે એમને આખુ વર્ષ વિવાદોમાં પસાર થાય છે. 












* જન્મદિવસ પર ક્યારે પણ ભૂલથી પણ દારૂનુંં સેવન ન કરવું જોઈએ. જે લોકો આવુ  કરે છે એ એમના હાથે શનિને પોતાના શત્રુ બનાવી લે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે જે માણસ મદિરાથી પરહેજ કરે છે એને સાઢેસાતીમાં પણ તકલીફ નહી પડે પણ  જે મદિરાપાન કરે છે એ સાઢેસાતી વગર પણ દુખ મેળવે છે. 

* આ દિવસે ગરમ પાણીથી નહાવું શાસ્ત્રો મુજબ અનૂકૂળ નથી . ગંગાજળ કે કોઈ બીજા પવિત્ર જળને સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરી સ્નાન કરવું શુભ ગણાય છે. 
* જન્મદિવસના દિવસે મા-બાપ અને વડીલોએ કર્કશ વાણી ન બોલવી. પણ એમના આશીર્વાદ લેવા જોઈએ. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર