મેષ - આજે મેષ રાશિના લોકોને પરિવારની ચિંતા રહેશે પણ સાથે જ તમને ઉત્સાહવર્ધક સમાચાર પણ મળશે. વ્યવસાય સારો ચાલશે. તમારુ સ્વાભિમાન કાયમ રહેશે. કોઈની સાથે વિવાદમાં ઉતરશો નહી
આજે આપ ૐ અં અંગારકાય નમ: નો જાપ કરો
વૃષભ - વ્યવસાયિક યાત્રા સફળ રહેશે.. આજે આપ ભેટ સોગાદો પણ મેળવી શકો છો. જો તમે પરીક્ષા કે ઈંટરવ્યુ માટે જવાના છો તો તેમા તમને સફળતા મળશે બસ આજે આપ ઘરમાંથી નીકળતા પહેલા ૐ કેં કેતવે નમ: નો જાપ કરો.
મિથુન - આજે મિથુન રાશિના જાતકો ઉત્તેજના પર નિયંત્રણ રાખે. જોખમ અને જામીનના કાર્યો હોય તો ટાળો. જૂનો રોગ સતાવી શકે છે પણ ધીરજ રાખો અને આપ આજે ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો
તુલા - આજે તુલા રાશિના જાતકોને વાહન અને મશીનરી વગેરેના પ્રયોગમાં સાવધાની રાખો. અસ્વસ્થતાથી અવરોધ શક્ય છે. ભાગદોડ વધુ રહેશે.
આપને માટે આજનો કલ્યાણકારી ઉપાય છે - ૐ સોં સોમાય નમ: નો જાપ કરો
વૃશ્ચિક - આપ આજે જોખમ અને જામીનના કાર્યો હોય તો ટાળજો. રાજકીય સહયોગ મળશે. વૈવાહિક પ્રસ્તાવ મળી શકે છે. ધન એકત્ર થશે. આજે આપ ૐ અં અંગારકાય નમ: નો જાપ કરો
ધનુ - આજે ધનુ જાતકોને સંપત્તિના મોટા સોદા લાભ આપી શકે છે. ધન પ્રાપ્તિ માટે સુગમ રહેશે. આજે આપની ઉન્નતિ થશે. પ્રતિદ્વંદી સક્રિય રહેશે.
આપને માટે આજનો કલ્યાણકારી ઉપાય છે - ૐ બૃં બૃહસ્પતયે નમ: નો જાપ કરો
કુંભ - આજે કુંભ રાશિના જાતકોને કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. રોગ અને અકસ્માતથી બચીને રહો. ચિંતા અને તનાવ પણ રહેશે. જોખમ અને જામીનના કાર્યો ટાળો.. આજનો દિવસ શુભ રહે એ માટે આપ ૐ ચં ચન્દ્રમસે નમ: નો જાપ કરો