નવરાત્રમાં રાશિ મુજબ કરો આ ઉપાય , ગરબામાં અજમાવો આ ટિપ્સ

બુધવાર, 14 ઑક્ટોબર 2015 (15:49 IST)
આ સમયે નવરાત્ર 13 ઓક્ટોબરે મંગળવારથી શરૂ થઈ રહ્યા છે. જેના સમાપન 22 ઓક્ટોબરે ગુરૂવારે થશે. આ નવ દિવસમાં દરેક કોઈ એમ્ના રીતે માતાની આરાધના કરે છે પણ ઉદ્દેશ્ય માત્ર એક હોય છે કે માતાની કૃપા મેળવવી. કોઈ ખાસ ઉપાય કરે છે તો કોઈ ગરીબોના માધ્યમથી માતાને પ્રસન્ન કરે છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો નવરાત્રીમાં રાશિ મુજબ ઉપાય કરાય તો ગરબા કરતા સમયે કપડા અને ડાંડિયા પણ રાશિ મુજબ હોય તો માતાની કૃપાથી ભક્તની દરેક મનોકામબા પૂરી થઈ શકે છે. આજે અમે તમને ન માત્ર રાશિ પણ ગરબા રમતા સમયે તમે રાશિ મુજબ કયાં રંગનાઅ કપડા પહેરો અને કેવી લાકડીના ડાંડિયાના ઉપયોગ કરશો એ જણાવી રહ્યા છે. 
 
મેષ રાશિ- 
1. આ રાશિના લોકોને સ્કંદમાતાની ખાસ ઉપાસના કરવી જોઈએ. દુર્હા સપતશી કે દુર્ગા ચાલીસાના પાઠ કરો. 
2. આ નવરાત્રી પર્વ પર શક્તિની આરાધના માટે તમે તમારી રાશિ અને ગ્રહ મુજબ લાલ અને પીળા રંગના કપડા પહેરો. જેથી તમારી રાશિના ગ્તહ અને શક્તિની કૃપના પૂરા લાભ મળશે. 
3. રાશિના સ્વામી મંગળ મુજબ તમે લાલ ચંદનની લકડીના ડાંડિયા ઉપયોગ કરો. આ તમારા માટે શુ રહેશે. 
વૃષભ રાશિ-
1. વૃષભ રાશિના લોકોને મહાગૌરી સ્વરૂપની ઉપાસનાના ખાસ ફળ મળે છે. લલિતા સહસ્ત્ર નામના પાઠ કરો. 
2. આ રાશિવાળા નવ દિવસમાં ધન સંપત્તિ અને દરેક રીતના સુખ મેળવવા રાશિના દેવતા શુક્ર અને મહાગૌરી માતાને પ્રસન્ન કરો. એના માટે સફેદ અને પિંક કલરના કપડા પહેરો , જેથી તમે વિચારેલા કામ પૂરા થશે.
3. રાશિના સ્વામી મુજબ લાલ ગુલરના ઝાડની લાકડીથી બનેલા ડાંડિયાના ઉપયોગ કરો અને એના પર સફેદ કપડા બાંધી લો. 
મિથુન રાશિ 
1. આ રાશિના લોકોને દેવી યંત્ર સ્થાપિત કરી દેવી બ્રહ્મ ચારિણીની પૂજા કરવી જોઈએ. સાથે તારા કવચના રોજ પાઠ કરો. 
2. આ રાશિના લોકો રાશિના સ્વામી બુધને પ્રસન્ન કરવા માટે નવરાત્રીમાં લીલા રંગના કપડા પહેરો. એથી તમારા કાર્યોમાં રૂકાવટ નહી આવશે. 
3. ડાંડિયા માટે અપામાર્ગની લાકડી ઉપયોગ કરો કે કોઈ પણ લાકડીના ડાંડિયા પર લીલા કપડા બાંધી લો. 
 
કર્ક રાશિ-
1. કર્ક રાશિના લોકોને શૈલપુત્રીની પૂજા ઉપાસના કરવી જોઈએ. લક્ષ્મી સહસ્ત્રનામના પાઠ કરો. ભગવતીની વરદ મુદ્રા અભ્ય દાન પ્રદાન કરે છે. 
2. આ રાશિના લોકો નવરાત્રી પર્વ પર સફેદ કે હળવા રંગના કપડા પહેરો , જેથી રશિના સ્વામી ચંદ્રમાની કૃપા થશે. 
3. ડાંડિયા માટે પલાશ કે સફેદ ચંદનની લાકડીના ઉપયોગ કરો કે કોઈ પણ લાકડી પર સફેદ કપડા બાંધી લો. 
 
સિંહ રાશિ- 
1. સિંહ રાશિના માટે માતા કુષ્માંડાની સાધના ખસ ફળ આપતી હોય છે. દુર્ગા મંત્રોના જાપ કરો . દેવી બલિ પ્રિયા છે , આથી સાધક નવરાત્રીની ચતુર્થીને આસુરી પ્રવૃતિયો એટલે કે બુરાઈના બલિદાનની દેવીના ચરણોમાં નિવેદિત કરે છે. 
2. સિંહ રાશિ સૂર્યથી સંબંધિત દોષ દૂર કરવા માટે દેવી કુષ્મંડાને ખુશ કરો.એના માટે આ રાશિના લોકો પીળા રંગના વસ્ત્ર પહેરો. 
3. રાશિ  મુજબ આંકડાના ઝાડની લાકડીથી બનેલા ડાંડિયા તમારા માટે શ્રેષ્ઠ રહેશે. 
 
કન્યા રાશિ- 
1. આ રાશિના લોકોને માં બ્રહ્મચારિણીન પૂજા કરવી જોઈએ. લક્ષ્મી મંત્રોના સવિધિ જાપ કરો. જ્ઞાન પ્રદાન કરતી વિદ્યા માર્ગના અવરોધોને દૂર કરે છે વિદ્યાર્થી માટે દેવીની સાધના ફળદાયી છે. 
2. તમે રાશિના સ્વામી બુધ મુજબ લીલી , સફેદ કે હળવા લીલા રંગના વસ્ત્ર પહેરો જેથી તમારી રાશિની દેવી ભુવનેશવરી દેવી પણ ખુશ થશે. 
3. રાશિ મુજબ ડાંડિયા માટે અપામાર્ગની લાકડી ઉપયોગ કરો
તુલા રાશિ 
1. તુલા રાશિના લોકોને માતા મહાગૌરીની પૂજાના ખાસ ફળ મળે છે. કાલી ચાલીસા કે સપ્તશીના પ્રથમ ચરિત્રના પાઠ કરો. એની પૂજાથી અપરિણીત કન્યાઓને ઉત્તમ વરની પ્રાપ્તિ થાય છે. 
2. આ રાશિના લોકોને એમના રાશિના સ્વામી શુક્ર મુજબ સફેદ અને હળવા રંગના કપડા પહેરો. 
3. પલાશ કે સફેદ ચંદનની લાકડીથી બનેલા ડાંડિયા આ નવરાત્રીમાં તમારી કિસ્મત ચમકાવી શકે છે. 
 
વૃશ્ચિક રાશિ 
1. વૃશ્ચિક રાશિના લોકોને સ્કંદમાતાની ઉપાસના શ્રેષ્ઠ ફળ આપે છે. દુર્ગા સપત્શીના પાઠ કરો. 
2. વૃશ્ચિક રાશિના લોકોને નવરાત્રીમાં લાલ કે કેસરિયો રંગ પહેરવા જોઈએ. જેથી આ રાશિના અધિપતિ દેવતા મંગળ દેવ પ્રસન્ન થશે. 
3. આ રાશિના લોકો મંગળ દેવ મુજબ અ ખેરની લાકડીથી બનેલા ડાંડિયાના ઉપયોગ કરો. આથી એની ગ્રહ દશા સુધરી શકે છે. 
 
ધનુ રાશિ 
1. આ રશિવાળા માતા ચંદ્રઘટાની ઉપાસના કરો. સબંધિત મંત્રોના યથાવિધિ અનુષ્ઠાન કરો. 
2. આ રશિના લોકોને રશિના સ્વામી ગુરૂ મુજબ , ગરબા રમતા સમયે પીળા રંગના કપડા પહેરવા જોઈએ. આથી એના દરેક કામ પૂરા થઈ શકે છે. 
3. આ રાશિવાળા માટે પીપળની લાકડી શુભ ફળ આપતી આ રાશિના લોકો પીપળની લાકડીથી  બનેલા ડાંડિયા ઉપયોગ કરો તો સારું રહેશે. 
 
મકર રાશિ
1. મકર રાશિના લોકો માટે કાલરાત્રીની ઉપાસના લાભદાયક ગણાય છે. આ રાશિના લોકો નવરાત્રીમાં દેવીના કવચના પાઠ કરો. 
2. આ રાશિના લોકોને નીળા રંગાના કપડા પહેરવા જોઈએ , જેથી કાલિકા મતા પ્રસન્ન થશે. 
3. આ રાશિના લોકોને શમીના લાકડીથી બનેલા ડાંડિયા ઉપયોગ કરો  , પીપળની લાકડીના પણ ઉપયોગ કરી શકો છો. 
 
કુંભ રાશિ- 
1. કુંભ રાશિના લોકોને દેવી કાળરાત્રીની ઉપાસના કરવી લાભદાયક છે. આ રાશિના લોકો નવરાત્રીમાં દેવી કવચના પાઠ કરો. 
2. આ રાશિના સ્વામી શનિદેવને ખુશ કરવા માટે આ નવરાત્રી પર કાળા કે ઘટ્ટ નીળા રંગના વસ્ત્ર પહેરો , આથી કાલરાત્રી દેવી અને શનિદેવ ખુશ થશે. 
3. આ રાશિવાળાને શમીના લાકડીથી બનેલા ડાંડિયા ઉપયોગ કરવા. 
 
મીન રાશિ
1. મીન રાશિના લોકોને માતા ચંદ્રઘટાની ઉપાસના  કરવી જોઈએ. હરિદ્રા(હળદર)ની માળાથી યથાસંભકવ બંગલામુખી મંત્રના જાપ કરો .
2. આ રાશિના લોકોને કેસરિયા , પીળા કે હળવા રંગના કપડા પહેરવા જોઈએ. આથી મહાલક્ષ્મી અને આ રાશિના સ્વ અમી ગુરૂ પણ પ્રસન્ન થશે. 
3. આ રાશિના લોકોને પીળા ચંદનની લાકડીના ડાંડિયા રમવા માટે ઉપયોગ કરો. પીપળની લાકડીના પણ ઉપયોગ કરી શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો