Jyotish 2015- શનિદેવને પ્રસન્ન કરવા કરો શનિયંત્રનું પૂજન

શનિવાર, 31 જાન્યુઆરી 2015 (10:04 IST)
યંત્રનું વિધિવત પૂજન કરવાથી અશુભ ગ્રહણ પણ શુભ ફળ આપવા માંડે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર જો તમને સાડાસાતી કે ઢૈયા(અઢીયો) ચાલી રહ્યો હોય કે કુંડળીમાં શનિ અશુભ હોય તો આવી સ્થિતિમાં શનિયંત્રની પૂજા પ્રતિષ્ઠા કરવાથી અનેક લાભ મળે છે. 21 એપ્રિલના શનિશ્વરી અમાસ છે. જો આ દિવસે શનિ યંત્રની સ્થાપના કરવામાં આવે તો વધારે શુભ ફળ પ્રાપ્ત થાય છે.

આ રીતે કરો સ્થાપના તથા પૂજન -

બજારમાંથી શનિ યંત્ર ખરીદી લાવો અને તેને ગંગા જળથી શુદ્ધ કરી પૂજા સ્થાન પર સ્થાપિત કરી લો.

તેની પૂજન કરો તથા આ યંત્રની સામે સરસવના તેલનો દિવો કરો.

ભૂરા કે કાળા ફુલ ચઢાવો તથા શનિ સ્ત્રોતનો પાઠ કરો.

આ પ્રકારે દરરોજ આ યંત્રનું પૂજન કરી શનિ સ્ત્રોતનો પાઠ કરવાથી થાય છે.

વેબદુનિયા પર વાંચો