તમને યાદ નહી હોય પણ જયારે તમારો જન્મ થયો હશે ત્યારે તમને મધ ચટાડયું હશે અને વડીલો તમારા બાળકને પણ મધ ચટાડવાનું કહેતા હશે. તેની પાછળ એવુ કારણ છે જેને જાણી તમે પણ તમારા બાળક ને મધ ચટાવ્યા વગર નહી રહી શકો
મધની મિઠાશમાં છુપેલું રહસ્ય
મધ સખત મહેનતનું પરિણામ છે. આથી આની મિઠાશ ખાસ હોય છે. મધ ચટાડીને એવી કામના થાય છે કે બાળકના જીવનમાં ખુશાલી અને મિઠાસ કાયમ રહે.
સાથે આ સંસ્કાર વિકસિત કરવાનો પ્રયાસ કરે છે કે માણસ મેહનતથી ગભરાય નહી અને હમેશાં મીઠી વાણી બોલે. કારણ કે જીવનમાં ઉન્નતિ માટે વાણીનું ખૂબ મહત્વ છે.
શાસ્ત્રોમાં છુપેલું મધ ચટાડવાનું રહસ્ય
આશ્વાલાયન ગૃહસૂત્રમાં એક મંત્રનો ઉલ્લેખ મળે છે "ॐ પ્રતે દદામિ મધુનો ઘૃતસ્ય, વેદ સવિત્રા પ્રસૂત મધોનામ. આયુષ્માન ગુપ્તો દેવતાભિ:,શતં જીવ શરદો લોકે અસ્મિન."
શાસ્ત્રીય રૂપે આ મંત્રમાં બાળકને મધ ચટાડવાનો અર્થ છુપેલો છે. મધ શુદ્ધ અને પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. આને ચટાડવાથી મન અને વાણી નિર્મલ થવાની સાથે બાળકના દીર્ધાયુની કામના કરવામાં આવે છે.