લાલ કિતાબ : ઘરની સુખ સમૃદ્ધિ માટે આટલા ટોટકા અજમાવો

લાલ કિતાબમાં વર્ણિત ઉપાયોને આપણે ટોટકા નથી કહી શકતા. તેમા બતાવેલ ઉપાયોથી કોઈનું અહિત થતુ નથી. પણ તે ખુદની સફળતા અને ઘર-પરિવારની સુખ શાંતિ માટે સરળ સમાધાન છે. વાંચો લાલ કિતાબની સરળ ટિપ્સ...

 
P.R


- ઘરમાં સુખ શાંતિ માટે માટીના લાલ રંગના વાંદર, જેના હાથ ખુલ્લા હોય, ઘરમાં સૂર્ય તરફ પીઠ કરીને મુકો. આવુ રવિવારે કરો.

 
P.R


ચાંદીના વાસણમાં કેસર મિક્સ કરીને માથા પર ટીકો લગાવવાથી, સુખ-શાંતિ, સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ આવે છે. આ પ્રયોગ ગુરૂવારે કરો.

P.R


- લગ્ન ન થઈ રહ્યા હોય તો પીળા ફૂલોના બે હાર લક્ષ્મી નારાયણના મંદિરમાં ચઢાવો. તમારુ કામ ચોક્કસ થશે. આ પ્રયોગ ગુરૂવારે સાંજે કરો.

P.R


મંદિરની બહાર બેસેલી કોઈ કુંવારી કન્યાને બુધવારે આખા બદામ આપવી જોઈએ. તેનાથી ઘરની બીમારી દૂર થાય છે.

P.R


જો કોઈને પોતાની નોકરીમાં ટ્રાંસફર કે સ્થાનાંતરને લઈને સમસ્યા છે તો તાંબાના લોટામાં લાલ મરચાના બીજ નાખીને સૂર્યને ચઢાવવાથી સમસ્યા દૂર થાય છે. સૂર્યને જળ સતત 21 દિવસ સુધી ચઢાવો.

P.R

P.R


- દક્ષિણાવર્તી શંખ જ્યા પણ રહે છે ત્યાથી દરિદ્રતા પલાયન થઈ જાય છે.


P.R


- એકાક્ષી નારિયળના માથા પર ત્રણના સ્થાન પર બે બિંદૂ હોય છે. તેની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને લક્ષ્મીનો વાસ રહે છે.

P.R


ગાયને પોતાની થાળીમાંથી રોટલી ખવડાવનાર સદા સાત્વિક અને પ્રસન્ન રહે છે. ગાયનું દૂધ પીવાથી બળ બુદ્ધિનો વિકાસ થાય છે. ગાયનુ મૂત્ર ઘરના ભૂત-પિશાચને ભગાવે છે.


વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર