વ્હાટ્સએપ દેશમાં પેમેંટ સેવાની શરૂઆત કરે છે તો તેની પ્રતિસ્પર્ધા પેટીએમ, ફોનપે અને ગૂગલ પે જેવી કંપનીઓ સાથે થશે. ફેસબુકની માલિકીવાળી કંપની અન્ય બજારમાં પણ પોતાનુ પેમેંટ સેવા શરૂ કરવાની શક્યતાઓ શોધી રહી છે. દુનિયાભરમાં લગભગ દોઢ અરબ લોકો વ્હાટ્સએપનો ઉપયોગ કરે છે.