એક બેંકરે જણાવ્યુ દેશની અંદર જ પેમેંટ ડેટાનો સ્ટોર કરવા માટે વોટ્સએપે કદાચ કામ શરૂ કરી દીધુ છે. પણ થર્ડ પાર્ટી ઓડિત અને બધી તકનીકી જરૂરિયાતોને પુરી થવામાં ઓગસ્ટ કે સપ્ટેમ્બર સુધીનો સમય લાગી શકે છે. ઈકનોમિક ટાઈમ્સના એક સવાલનો જવાબ આપતા વોટ્સએપે કહ્યુકે ભારતનુ ડિઝિટાઈજેશનનો અજેંડાનો સપોર્ટ કરવા માટે તે બેંક, એનપીસીઆઈ, સર્કાર અને બીજા પેમેંટ સર્વિસ પ્રોવાઈડર્સની સાથે મળીને કામ કરી રહી છે.
આરબીઆઈના નવા રેગ્યુલેશ મુજબ પેમેંટ્સ ડેટાને ભારતમાં જ સ્ટોર કરવો પડશે. આ સાથે જ ડિઝિટલ પેમેંટ્સ બિઝનેસ સાથે જોડાયેલ બધી કંપનીઓને CERTINના ઓડિટ્ર્સ સાથે થર્ડ પાર્ટી ઓડિટ કરાવવુ પણ જરૂરી રહેશે. તાજેતરમાં જ આવેલ ટાઈમ્સ ઓફ ઈંડિયાની એક રિપોર્ટ મુજબ વોટ્સએપે લોકલાઈઝેશન માટે એક થર્ડ પાર્ટી ઓડિટર સાથે કામ કરી રહી છે.
વોટ્સએપને સરકારના કડક વલણનો ત્યારે સામનો કરવો પડ્યો હતો જ્યારે તેના પ્લેટફોર્મ દ્વારા ખોટી માહિતી અને ફેક ન્યૂઝને ફેલાવવામાં આવી રહી હતી. સરકારે વોટ્સએપ પાસેથી તેના પ્લેટફોર્મ પર શેયર થનારા મેસેજનો એક્સેસ માંગ્યો હતો જે સંપૂર્ણ રીતે એનક્રિપ્ટેડ છે. જો કે વોટ્સએપે અત્યાર સુધી તેને સરકાર સાથે શેયર કર્યો નથી.