પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં એક સાથે ભરતી, ઉમેદવારો માટે 1382 જેટલી જગ્યા માટે લેવાશે પરીક્ષા

શનિવાર, 13 માર્ચ 2021 (09:34 IST)
લાંબા સમયથી ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોતા યુવાનો માટે હવે તક આવી ચૂકી છે. ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરાઈ છે. પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSI ની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે. ઈચ્છુક ઉમેદવારો 
ojas.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકાશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર