ગુજરાતના વડોદરાના નવઅર્ચના સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગ ચઢ્ઢાએ JEE Main ને સપ્ટેમ્બરમાં પણ 100% પ્રાક્ત કરી લિસ્ટમાં ટોપ પોઝિશન પ્રાપ્ત કરી છે. જાન્યુઆરીમાં યોજાયેલી પરીક્ષામાં તેણે 100% હતા. વડોદરાના યૂરોલોજી સ્પેશ્યાલિસ્ટ ડો અમિત અને ડો અમોલ ચડ્ઢાના પુત્ર નિસર્ગનું સપનું ફિજિક્સ વિષયમાં રિસર્ચ કરીને વૈજ્ઞાનિક બનવાનું છે. 2018માં ધોરણ 10માં 98% ટકા પ્રાપ્ત કર્યા બાદ જેઇઇની તૈયારી કરવા લાગ્યો હતો.
તમને જણાવી દઇએ કે જેઇઇ મેન પરીક્ષા ખૂબ મુશ્કેલીઓ પછી 1 સપ્ટેમ્બરથી શરૂ થઇ હતી અને 6 સપ્ટેમ્બર સુધી ચાલી હતી. જેઇઇ મેન એક્ઝામ 2020માં 8,58,273 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.