ICAI CA Result 2023: સીએ ઈંટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો આ વર્ષના ટોપર્સ

બુધવાર, 5 જુલાઈ 2023 (20:34 IST)
ICAI CA Final Results 2023
ICAI CA Inter & Final Result 2023 Released આઈસીએઆઈ  ઇન્ટર અને ફાઇનલ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકે છે. આ કરવા માટે, ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટનું સરનામું છે – icai.nic.in. પરિણામ જોવા માટે, તમે નીચે આપેલ સીધી લિંક પર પણ ક્લિક કરી શકો છો અને અહીં આપેલા પગલાંને પણ અનુસરો. શું તમે જાણો છો કે આ વખતે કોણ બન્યું ટોપર?
 
આ વર્ષના ટોપર્સ 
આ વખતે હૈદરાબાદના વાય ગોકુલ સાઈ શ્રીકરે ICAI CA ઈન્ટર પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે 800માંથી 688 માર્ક્સ મેળવ્યા છે. 800માંથી 682 માર્કસ મેળવનાર પટિયાલાના નૂર સિંગલા બીજા ક્રમે છે. મુંબઈની કાવ્યા સંદીપ ત્રીજા ક્રમે છે. તેણે 800માંથી 678 માર્ક્સ મેળવ્યા છે.
 
સીએ ફાઈનલમાં ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની પરીક્ષા આપનારા 25,841 ઉમેદવારો હતા. જેમાંથી માત્ર 2,152 ઉમેદવારો પાસ થયા છે. CAની ફાઈનલ પરીક્ષામાં બંને ગ્રુપ સહિત 8.33% ઉમેદવારો પાસ થયા છે. જ્યારે CA ઇન્ટર રિઝલ્ટ 2023માં આ વર્ષે બંને ગ્રૂપની પાસ ટકાવારી 10.24 ટકા છે.
 
આ રીતે પરિણામ તપાસો
 
પરિણામ ચકાસવા માટે, પ્રથમ સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર જાઓ.
 
CA ઇન્ટરમીડિયેટ અને CA ફાઇનલ પરિણામ માટે લિંક પર ક્લિક કરો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર