- ગુજરાતના આ શહેરને મળશે મ્યુનિસિપલ કોર્પોરેશન..
નવસારી ગાંધીધામ સુરેન્દ્રનગર વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ થઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવાઈ જશે.
- બુધવારે મળેલી કેબિનેટ ની બેઠકમાં રાજ્ય સરકારે આપી લીલી ઝંડી..
-
નવી પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યરત થતાની સાથે જ ગુજરાતમાં કુલ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંખ્યા 13 થશે.
ગુજરાતમાં વર્તમાનમાં 8 મોટા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં વધુ 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરી છે. આમ, નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપા સાથે રાજ્યમાં કુલ 13 મનપા બનશે. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી સામેલ છે. અત્યાર આ પાંચેય શહેર નગરપાલિકા ધરાવે છે. તેમને અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવાશે.
કેબિનેટની બેઠકમાં નિર્ણય
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યના 5 શહેરને મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરાઈ હતી. જેમાં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી નગરપાલિકા અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ફેરવવાનો નિર્ણય કરાયો હતો. કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે લીલી ઝંડી આપી હતી.