GPSCની સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર, આગામી બે મહિના ઉમેદવારો માટે મહત્વના

બુધવાર, 28 ડિસેમ્બર 2022 (11:06 IST)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી વર્ગ 1 અને 2ની પરીક્ષા પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આગામી નવા વર્ષ 2023માં આ પરીક્ષાઓ લેવાશે. મળતી માહિતી પ્રમાણે જીપીએસસી દ્વારા આગામી બે મહિનામાં સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કાયદા અધિકારી, ક્યૂરેટર, ગુજરાતી ઇજનેરી સેવા, હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ 2ની પરીક્ષા લેવામાં આવશે. આ તમામ સાત પરીક્ષાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાશે.
GPSCની વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 8 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. જ્યારે કાયદા અધિકારી, ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023ના રોજ યોજાશે. તો ગુજરાત ઇજનેરી સેવાની પરીક્ષા પણ 22 જાન્યુઆરીના યોજાશે. હિસાબી અધિકારી, આચાર્ય વર્ગ-2, ઇજનેરી સેવાની પરીક્ષા 5 ફેબ્રુઆરીએ લેવાશે.
 
મળતી માહિતી પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની પરીક્ષા છેલ્લા 8 મહિનાથી અટકી છે ત્યારે પંચાયત વિભાગના ઉમેદવારો આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર