ધોરણ 10 અને 12ની આજથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ, 14 ફેબ્રુઆરી સુધી માર્ક્સ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે

સોમવાર, 2 જાન્યુઆરી 2023 (12:49 IST)
CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, પરંતુ તે પહેલા પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થશે.CBSE બોર્ડમાં આજથી ધોરણ 10 અને 12ની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થઈ છે.પ્રેક્ટીકલ પરીક્ષા 14 ફેબ્રુઆરી સુધી સ્કૂલો પૂરી કરવાની રહેશે અને માર્ક્સ તથા ગ્રેડની વિગત CBSE બોર્ડને મોકલવાની રહેશે.CBSE બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા આજથી શરૂ થશે.

ધોરણ 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષાનું સ્કૂલોએ આયોજન કરવાનું છે.બોર્ડ દ્વારા સ્કૂલોને આ અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે.આ પરીક્ષા પૂર્ણ કરીને 14 ફેબ્રુઆરી સુધીમાં સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક્સ અને ગ્રેડ પણ નક્કી કરી દેવાના રહેશે.માર્ક્સ નક્કી કર્યા બાદ CBSE બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે.જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગેરહાજર રહેશે તેમને બીજી તક આપવામાં નહીં આવે એટલે ગેરહાજર વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ પરીક્ષામાં નાપાસ ગણાશે.આ વખતે પ્રેક્ટિકલ પરીક્ષા માત્ર બોર્ડ દ્વારા સ્કૂલ સિવાયના બહારના નિરક્ષકની નિમણુક કરવામાં આવી નથી એટલે સ્કૂલ કક્ષાએ જ પરીક્ષા લેવાશે અને સ્કૂલ કક્ષાએ જ નિરીક્ષણ કરવામાં આવશે.14 ફેબ્રુઆરી સુધીમાં પ્રેક્ટિકલ પરીક્ષા પુરી થયા બાદ 15 ફેબ્રુઆરીથી CBSE બોર્ડની થિયરી પરીક્ષા શરૂ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર