ફરાળી બટાટા વડા

W.D
સામગ્રી - 8-10 બાફેલા બટાકા(મસળેલા), 2-3 વાડકી રાજગરાનો લોટ, થોડા લીલા મરચાં વાટેલા, ઝીણી સમારેલી કોથમીર, થોડી કિશમિશ, 8-10 કાજૂ, 2 નાની ચમચી લાલ મરચુ, ફરિયાળી મીઠુ સ્વાદમુજબ, તેલ તળવા માટે.

બનાવવાની રીત - સૌ પહેલા સેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડુ મીઠુ નાખીને ખીરુ બનાવી લો અને બટાકા વડાને કવર માટે મુકી રાખો. હવે બટાકાને સારી રીતે મસળી લો. તેમા બધી સામગ્રી મિક્સ કરીને નાના નાના લૂઆં બનાવી લો. હવે રાજગરાના ખીરામાં આ લૂઆને નાખીને તળી લો. ધીમા તાપ પર થવા દો. સોનેરી થતા તેને કાઢી લો અને દહીં સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો