આચાર્ય શ્રીમદ વિજય ધર્મધુરંધર સૂરીજીએ એક કાર્યક્રમ દરમ્યાન લોકોને ક્ષમાપનાની વિશેષતાદર્શાવી

બુધવાર, 12 સપ્ટેમ્બર 2018 (15:11 IST)
જૈન સમાજના ચાતુર્માસ અંતર્ગત પર્યુષણ પર્વના અવસરે ક્ષમાપના પર આચાર્ય વિજય ધર્મધુરંધર સૂરીના એક ભવ્ય કાર્યક્રમનું સફળઆયોજન સમાજસેવક ગણપત કોઠારી દ્વારા દીપક જ્યોતિ ટાવર, કાલા ચોકી, મુબઈ ખાતે શનિવાર 8 સપ્ટેમ્બર, 2018ના કરવામાં આવ્યું હતું.કારયક્રમને અનેક લોકોએ માણ્યો હતો.

 આ અવસરે આચાર્ય શ્રીમદ વિજય ધર્મધુરંધર સૂરી મહારાજે ક્ષમાપના પર આપેલા પ્રવચનમાં કહ્યું હતું કે, જો તમને લાગે કેતમે ભૂલ કરી છે, તો હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને માત્ર એટલું જ કહેવાનું હોય છે કે મને માફ કરી દો. આને કારણે આત્મિક અને વ્યવહારિક યથાર્થઅનુભૂતિનો અહેસાસ થતો હોવાનો ઉલ્લેખ પરમાત્માએ કર્યો છે. એવી કલ્પના આપણે ક્યારેય કરી નહીં હોય? ઉત્તરાધ્યયન સૂત્રમાં એ પ્રશ્નોત્તરીસ્વરૂપે દર્શાવાઈ છે. પ્રશ્ન પૂછ્યો છે ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજીએ અને પ્રત્યુત્તર આપ્યો છે સર્વજ્ઞ, સર્વદર્શી, દેવાધિદેવ શ્રમણ ભગવાનમહાવીર સ્વામીજીએ. એમાં જણાવાયું છે કે બસ, તમે ખરા મનથી ક્ષમા માંગો અને પરિણામ આત્મા થકી અનુભવો.
            વિજય ધર્મધુરંધર સૂરી મહારાજ વધુમાં જણાવે છે કે, ક્ષમાપનાથી જીવ પ્રહ્લાદન ભાવ-ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. મનની પ્રસન્નતાનેકારણે તમામ પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વો પ્રત્યે મૈત્રી ભાવ પ્રાપ્ત થાય છે, જે ભાવવિશુદ્ધિ અર્થાત રાગ અને દ્વેષ ભાવનો નાશ કરે છે. એનેક્ષમાયાચનાથી ચિત્તની પ્રસન્નતા, મૈત્રીભાવ, ભાવ શુદ્ધિ અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર