- જયારે કોઈ જાહેરાતવાળા નાં જોઈતા મેસેજ તમારા મોબાઈલ પર આવી જાય છે તો રીંગટોન, વાઈબ્રેશન અને સ્ક્રીન લાઈટ એક્ટીવ થઇ જાય છે. અને જો મેસેજની સંખ્યા વધુ છે તો Battery લાઈફ પર અસર પડશે જ. આ માટે તેને સ્ક્રીન સેટિંગ્સ કે એપમાં જઈને બંધ કરો.
-ઘણા એપ્સ લોકેશન સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી તેઓ લોકેશનનાં હિસાબે તમે ઓફર્સ રજૂ કરી શકો છો. પરંતુ, આનાથી બેટરીનો ઉપયોગ પણ વધે છે. આ માટે જયા સુધી જરૂર નાં હોય, લોકેશન ઓપ્શનને ઓફ જ રાખો. આ વિકલ્પ તમને ફોન સેટિંગ્સ સિવાય ટોપ સ્ક્રોલ મેન્યુમાં પણ મળી શકે છે.
- જયારે તમે આવા વિસ્તારમાં છો જયા મોબાઈલ સર્વિસ નાં હોય, સિગ્નલ્સ ઉપલબ્ધ નાં હોય કે પછી યાત્રા કરી રહ્યા હોય ત્યારે પણ ફોન સતત નેટવર્ક શોધવાની કોશિશ કર્યા કરે છે. તો આવામાં બેટરીનો અકારણ ઉપયોગ થતો રહે છે અને આનાથી બચવા માટે તમે ફ્લાઈટ મોડનો ઉપયોગ કરી શકો છો.