તો શુ ભારતમાં WhatsApp બંધ થઈ જશે ?

ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (15:45 IST)
ભારતમાં વેપાર કરી રહેલ સોશિયલ મીડિયા કંપનીઓ માટે સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક નિયમ જો લાગૂ થઈ જાય છે તો તેનાથી વોટ્સએપના વર્તમાન રૂપના અસ્તિત્વ પર ભારતમાં ખતરો આવી જશે. કંપનીના એક ટોચના કાર્યકારીએ બુધવારે આ માહિતી આપી. ભારતમાં વોટ્સએપના 20 કરોડ માસિક યૂઝર્સ છે અને આ કંપની માટે દુનિયાનુ સૌથી મોટુ બજાર છે.  કંપનીના દુનિયાભરમાં કુલ 1.5 અરબ યૂઝર્સ છે. 
 
એક મીડિયા કાર્યશાળાથી અલગ વોટૃસએપના કમ્યુનિકેશન પ્રમુખ કાર્લ વૂગે આઈએનએસને જણાવ્યુ, પ્રસ્તાવિક નિયમોમાંથી જે સૌથી વધુ ચિંતાનો વિષય છે.. તે મેસેજેસની જાણ કરવા પર જોર આપે છે. 
 
ફેસબુકના માલિકિવાળા વોટ્સએપ ડિફાલ્ટ રૂપુ સાથે એંડ-ટૂ-એંડ એનક્રિપ્શનની રજુઆત કરે છે. જેનો મતલબ એ છે કે ફક્ત મોકલનાર અને મેળવનારો જ સંદેશને વાંચી શકે છે.  અહી સુધી કે વોટ્સએપ પણ જો ચાહે તો મોકલેલ સંદેશને વાંચી શકાતુ નથી. વૂગનુ કહેવુ છે કે આ ફીચર વગર વોટસએપ એકદમ નવુ ઉત્પાદ બની જશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર