whatsapp ગ્રુપ એડમિન ધ્યાન આપો, ફોનમાં આ સેટિંગ કરી નાખો, કોઈ ફારવર્ડ નહી કરી શકશે મેસેજ

મંગળવાર, 30 એપ્રિલ 2019 (12:30 IST)
ભારતમાં ફર્જી ખબર પર નિયંત્રણ લગાવવા માટે ફેસબુકના સ્વામિતવ વાળી કંપની સતર કામ કરી રહી છે અને ચૂંટણીને લઈને સરકારની તરફથી ખબરોને રોકવા માટે દબાણ છે. તેથી વ્હાટસએપ સતત નવા-નવા ફીચરની ટેસ્ટીંગ કરી રહ્યા છે. આ લેખમાં ખબર છે કે વ્હાટસએપ એક એવી ફીચરની ટેસ્ટીંગ કરી રહ્યા છે જે આવ્યા પછી સતત ફારવર્ડ થઈ રહ્યા મેસેજને બ્લાક કરી શકાય છે. 
 
whatsappના આ ફીચરની જાણકારી વ્હાટસએપને ટ્રેક કરતી વેબસાઈટ WABetainfo.com એ તેમના બ્લૉગમાં આપી છે. વ્હાટસએપના આ ફીચરની ટેસ્ટીંગ અત્યારે બીટા વર્જન પર થઈ રહી છે અને તેને જલ્દી જ બધા યૂજર્સ માટે રજૂ કરાશે. 
 
આ ફીચરના અપડેટ થયા પછી વ્હાટએપના ગ્રુપ એડમિનની પાસે આ અધિકાર હશે કે તે કોઈ ફારવર્ડ મેસેજને બ્લૉક કરી શકશે. તેના માટે વ્હાટસએપનની સેટીંગમાં Frequently Forwarded નો એક વિક્લ્પ મળશે આ ફીચર માત્ર ગ્રુપ એડમિનને જ જોવાશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર