સોમવાર સવારથી, ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ વોટ્સએપ વેબમાં લોગ ઇન કરી શકતા નથી, જ્યારે મોબાઇલ એપ કોઈપણ વિક્ષેપ વિના કામ કરી રહી છે.
ડાઉનડિટેક્ટર પરના અહેવાલો અનુસાર, બપોરે 1:35 વાગ્યાથી, મોટી સંખ્યામાં યુઝર્સે વોટ્સએપ વેબ કામ ન કરતી હોવાની ફરિયાદો નોંધાવી છે. યુઝર્સ અનુસાર, તેઓ વોટ્સએપ વેબમાં લોગ ઇન કરી શકતા નથી અથવા લોગિન કર્યા પછી મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવા શક્ય નથી. ડાઉનડિટેક્ટર પર માત્ર થોડા કલાકોમાં સેંકડો ફરિયાદો નોંધાઈ હતી.