Whatsapp- પોતે જ મેસેજ ડિલીટ કરનારુ આ ફીચર આ રીતે કરશે કામ, જલ્દી જ આવી રહ્યુ છે
મંગળવાર, 7 જાન્યુઆરી 2020 (15:05 IST)
વાટસએપએ પાછલા ઘણા શાનદાર ફીચર્સ રજૂ કર્યા છે. વર્ષ 2020માં પણ ઈંસ્ટેંટ મેસેજિંગ એપ ઘણા કમાલ ફીચર્સ લાવવાની તૈયારીમાં છે. સૌથી પહેલા યૂજર્સને ડાર્ક મોડ મળશે. જેની ટેસ્ટિંગ લાંબા સમયથી કરાઈ રહી છે. તે સિવાય status Ads નો ફીચર પણ આવી રહ્યું છે જે યૂજર્સને થોડું પરેશાન કરી શકે છે. વાટસએપ જલ્દી જ તેમના સ્ટેટસ વારમાં પણ વિજ્ઞાપન જોવાવી કમાણી કરી રહ્યુ છે. તે સિવાય કંપની Delete messageનો ફીચર પણ લાવી રહી છે.
નવા ફીચરથી કોને થશે ફાયદો
વાટસએપથી સંકળાયેલી જાણકારી વાળા બ્લૉગ wABetaINFO ની રિપોર્ટ મુજબ તાજેતરમાં આ ફીચર ios ના બીટા વર્જનમાં આવી ગયું છે. તેનાથી પહેલા તેને એંડ્રાયડ બીટા વર્જનમાં જોવાયું હતું. રિપોર્ટમાં કહ્યું છે કે આ ફીચર માત્ર ગ્રુપસમાં કામ કરશે. પ્રાઈવેટ ચેટમાં નથી. પ્રાઈવેટ ચેટ માટે delete for Everyone પહેલાથી જ છે. નવું ફીચર ગ્રુપ એડમિનને વધારે પાવર આપવા માટે છે. તેનાથી એડ્મિન ગ્રુપમાં આવનાર મેસેજને ડીલીટ કરી શકશે.
ગ્રુપ ચેટ માટે Cleaning ટૂલ થશે આ ફીચર
જેમ કે નામથી જ ખબર પડી રહ્યું છેકે ડિલીજ મેસેજ ફીચર ગ્રુપ એડમિનને કોઈ મેસેજ માટે એક સમય સીમા નક્કી કરવાની સુવિધા આપે છે. જે પછી તે મેસેજ પોતે ડિલીટ થઈ જશે. પણ તેમાં આવુ નહી થશે. આ વાટસએપ ગ્રુપ ચેટ માટે એક Cleaning ટૂલની રીતે કામ કરશે. તે તમારા ફોનની સ્ટોરેજ પણ બચશે.
આ રીતે કામ કરશે વાટસએપ Delete message ફીચર
-આ ફીચાને ઑન કે ઓફ કરવાના ઑપ્શન આપશે.
- ગ્રુપ એડમિન તેમની સુવિધાના હિસાબે તેને ઑન/ઑફ કરી શકશે.
- ગ્રુપ એડમિનને નક્કી કરવું પડશે કે કેટલા સમય પછી મેસેજ ડિલીટ હોય.
- ડિલીટ કરવાની સમયસીમા એક કલાક, એક દિવસ, એક અઠવાડિયા, એક મહીના અને એક વર્ષના રૂપમાં થશે.
- ચયન કરેલા વિકલ્પના હિસાબે મેસેજ પોતે ડિલીટ થઈ જશે.