#webviral સ્માર્ટફોન સાથે લઈને સૂવાથી તમને અંધાપો આવી શકે છે

શનિવાર, 25 જૂન 2016 (12:55 IST)
સ્માર્ટફોનને સાથે લઈને સૂનારાઓ માટે એક ખરાબ સમાચાર.  હવે તમારી સ્માર્ટફોનને સાથે લઈને સૂવાની ટેવ તમને આંધળા બનાવી શકે છે. 
 
એક શોધમાં બે મહિલાઓને ટ્રાંસિએંટ સ્માર્ટફોન બ્લાઈંડનેસ (ઓછા સમયનો સ્માર્ટફોન અંધાપો)થી ગ્રસિત જોવામાં આવી. આ એક સ્થિતિ હોય છે જેમા માણસ દ્વારા અંધારામાં સ્માર્ટફોન તરફ જોવાથી આંખોથી આંધળો થઈ જાય છે. 
 
22 વર્ષની બ્રિટિશ યુવતીને સૂતા પહેલા લાઈટ બંધ કરીને પોતાનો સ્માર્ટફોન પર કામ કરવાની ટેવ હતી.  તે એક બાજુ પડખું વાળીને સતત ફોન તરફ જોતી હતી. જે દરમિયાન તેની ડાબી આંખ પર વધુ દબાણ બનતુ હતુ. બીજી મહિલાને પણ આ પ્રકારની ટેવ હતી. 
 
આ રીતે શોધમાં અંધારામાં એક આંખથી સ્માર્ટફોન તરફ જોતા ચોક્કસ રીતે વિચિત્ર અનુભવત થતો હતો. જ્યારે આ આ આંખને લાઈટ મળી તો તેને સામાન્ય થવામાં થોડો વધુ સમય લાગ્યો.  હાલ ચોક્કસરૂપે કોઈ પરિણામ નથી કાઢી શકાતુ પણ કેટલાક ઉદાહરણો મુજબ તમારો સ્માર્ટફોન તમારી આંખો માટે ખૂબ ખતરનાક છે. 

વેબદુનિયા પર વાંચો