Vodafone લાવ્યુ છે ધમાકેદાર ઓફર્સ, જાણો શુ છે ખાસ

મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (13:13 IST)
ટેલીકોમ કંપની વોડાફોન ઈંડિયાએ પોતાના પોસ્ટપેડ કસ્ટમર્સ માટે અનલિમિટેડ ઓફર્સની રજુઆત કરી છે. જેના હેઠળ આ ઓફર્સ 499 રૂપિયાથી શરૂ થઈ રહી છે. આ ઓફર એ કસ્ટમર્સ માટે છે જે 4જી પોસ્ટપેડ કનેક્શન યૂઝ કરે છે. કંપની આ ઓફર વોડાફોન રેડ સ્કીમના હેઠળ આપી રહી છે. કંપની તરફથી રજુ નિવેદન મુજબ વોડાફોન રેડ સ્કીમ હેઠળ આપી રહી છે. કંપનીની તરફથી રજુ નિવેદન મુજબ વોડાફોન રેડ સ્કીમ હેઠલ  499 થી1999 રૂપિયામાં પોસ્ટપેડ કસ્ટમર્સને અનલિમિટેડ ડેટા અને કોલિંગ સર્વિસ મળશે. અનલિમિટેડ કૉલિંગ ઓફરમાં 4જી અને 3જી ડેટા સર્વિસેસ હશે. 
 
મળશે આ સુવિદ્યાઓ 
 
વોડાફોનના 499 રૂપિયાના રિચાર્જ પર અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલ્સ સાથે 3જીબી 4જી ડેટા મળશે. આ ઉપરાંત 1જીબી નૉણ 4જી ડેટા મળશે. આ પેકમાં કસ્ટમર્સને 100  લોકલ અને એસટીડી એસએસએસ પણ ફ્રી મળશે.  કામના પ્રક્રિયામાં દેશના એક ખૂણાથી બીજા ખૂણામાં જનારા લોકો માટે આ સ્પેશ્યલ ઓફર ખૂબ ખાસ છે. કારણ કે પેક પર નેશનલ રોમિંગમાં ફ્રી ઈનકમિંગની સુવિદ્યા મળશે. 699 અને 999ના પેકમાં પણ નેશનલ રોમિંગમાં ઈનકમિંગ ફ્રી મળશે. આ પેક્સમાં પણ ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિદ્યા મળી રહી છે. 
 
રોમિંગમાં આઉટગોઈંગ કૉલ પણ ફ્રી 
 
વોડાફોન રેડ સ્કીમના કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવેલ આ ઓફર્સમાં 1299, 1699 અને 1999ના પેક પણ સામેલ છે. જ્યા 999 રૂપિયાના પેક સુધી નેશનલ રોમિગ પર ફક્ત ઈંકમિંગ ફ્રી મળી રહી છે. બીજી બાજુ આ પેક્સ પર નેશનલ રોમિંગમાં રહેવા દરમિયાન અનલિમિટેડ આઉટગોઈંગ કૉલ કરવાની સુવિદ્યા આપવામાં આવી રહી છે. આવામાં અવારનવાર દેશના એક ભાગથી બીજા ભાગમાં ટ્રાવેલ કરનારા કસ્ટમર્સ આ મોટા પેક્સનો ફાયદો ઉઠાવી શકે છે. 

વેબદુનિયા પર વાંચો