UIMI ટેકનોલોજીએ સૌર ઉર્જાથી ચાર્જ થવા લાયક નાનકડો પાવરબૈક લોંચ કર્યો છે. તેમા વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ જેવા અનેક આકર્ષક ફીચર્સ છે અને તેમા સૌર ઉર્જા અને વીજળીથી ચાર્જ કરવાની સુવિદ્યા છે. કંપની દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ આ મિની પાવરબૈક તમારા મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટે પૂરતો છે. કંપનીએ આની કિમંત ફક્ત 599 રૂપિયા નક્કી કરી છે.
UIMI ટેકનોલીજીજ પ્રાઈવેટ લિમિટેડના માર્કેટિંગ મેનેજર અભિનય પ્રતાપ સિંહે કહ્યુ કે UIMI યૂ3 મિની રબર અને પ્લાસ્ટિક ફિનિશ મટીરિયલથી બનેલ છે. જે તેને વોટરપ્રૂફ, ડસ્ટપ્રૂફ બનાવવા સાથે મજબૂતી પણ આપે છે. 4000mAh ક્ષમતાવાળા આ પાવરબેક ઓવરહીટિંગ વગર કોઈપણ ફોનને 1-2 વાર ચાર્જ કરી શકે છે. તેમા બેટરી ઈંડિકેટર લાઈટ્સ પણ છે જે બચેલી ઉર્જા અને ચાર્જિંગ પ્રક્રિયાને દર્શાવે છે.