દુનિયાની સૌથી મોટી અને લોકપ્રિય સર્ચ એંજિન કંપનીએ પોતાનો લોગો બદલી નાખ્યો છે. ગૂગલે પોતાના લોગોના સાતમા ફેરફારમાં લોગો સાથે G આઈકોનને પણ જોડી દીધુ છે. સર્ચ એંજિન ગૂગલે આ નવા લોગોને રજુ કરી દીધો છે. કંપનીનુ કહેવુ છે એક છેલ્લા 17 વર્ષોમાં અનેક ફેરફારો થયા. પ્રોડક્ટ્સથી લઈને તેના અપીયરેંસ સુધી અને આ વખતે અમે એક વધુ ફેરફાર લાવ્યા છે. ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચઈના નેતૃત્વમાં ગૂગલે આ બીજો ફેરફાર જોવા મળ્યો. આ પહેલા ગૂગલે બધા પ્રકારના પ્રોડક્ટ્સ માટે અલ્ફાબેટ ના નામથી એક પૈરંટ કંપનીની જાહેરાત કરવામાં આવી હતી.
કેમ બદલ્યો ગૂગલે પોતાનો લોગો ?
ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગ પર આ પ્રશ્નનો જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉનો લોગો ડેસ્કટોપના હિસાબથી ડિઝાઈન કરવામાં આવ્યો હતો. આજકાલ મોટાભાગના લોકો મોબાઈલ ડિવાઈસ પર ગૂગલના પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જેને જોતા ગૂગલને એક એવા લોગોની જરૂરિયાત હતી જે સ્માર્ટફોન કે ટૈબની સ્ક્રીન પર સ્પષ્ટ જોવા મળતો હોય.