ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ)એ પોતાના ગ્રાહકોને એક શંકાસ્પદ વોટ્સએપ મેસેજને લઈને ચેતાવણી આપી રહ્યુ છે. બેંક પોતાના ગ્રાહકોને કહી રહ્યુ છે કે આ મેસેજ દ્વારા તેમના ખાનગી બેંક ખાતાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એસબીઆઈએ કહ્યુ કે કેટલાક ગ્રાહકોને આવા મેસેજ પ્રાપ્ત કરવાની માહિતી મળી છે. એક રિપોર્ટ મુજબ વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ આ મેસેજમાં ખાતાધારકોને ઓટીપી આપવા સંબંધી સલાહ આપવામાં આવી છે.
મેસેજ શુ છે ?
આ મેસેજમાં યૂઝર્સને કહેવામાં આવે છે કે તેમને ઓટીપી વિશે નવી માહિતી આપવામાં આવી રહી છે. એકવાર ખાતાઘારકનો વિશ્વાસ જીત્યા પછી મેસેજ તેને પોતાનો અસલી ઓટીપી શેયર કરવાનુ કહે છે. આ વોટ્સએપ મેસેજ મોટાભાગે એક લિંક સાથે પ્રાપ્ત થાય છે. જેનાથી ફોનમાં આપમેળે જ એક એપ ઈસ્ટોલ થઈ જાય છે. આ એપ દ્વારા ગ્રાહકના ફોન પરથી ઓટીપી મેળવી લેવાય છે.
પણ આ પહેલા મેસેજ ગ્રાહકને તેનો ડેબિટ/ક્રેડિટ કાર્ડ રિન્યુ કે અપગ્રેડ કરવાનુ કહે છે. કાર્ડનો નંબર, સીવીવી અને એક્સપાયર ડેટ લીધા પછી મેસેજ મોકલનાર વ્યક્તિ ગ્રાહકને કહે છે કે તેના કાર્ડના અપગ્રેડ થવાને લઈને એક એસએમએસ કે વોટ્સએપ મેસેજ આવશે. આ સંદેશમાં તે લિંક થાય છે જેના પર ગ્રાહક એ વિચારીને ક્લિક કરે છેકે તે કાર્ડને અપગ્રેડ કરવા માટે આવુ કરી રહ્યા છે.
પણ આવુ થવાને બદલે યૂઝરના ફોનમાં એક મૈલવેયર (કંમ્પ્યૂટર/મોબાઈલ સિસ્ટમમાં ઘુસીને તેને નુકશાન પહોંચાડનારો સોફ્ટવેર) ઈંસ્ટોલ થઈ જાય છે. જેની મદદથી દગાખોરી કરી રહેલ વ્યક્તિને બધી માહિતી મળી જાય છે. મૈલવેયરના દ્વારા કાર્ડની બધી માહિતી પ્રાપ્ત કર્યા પછી જેવી જ ઓટીપીની જાણ થાય છે ત્યારબાદ ખાતામાંથી પૈસા કાઢવા સરળ થઈ જાય છે.
જો તમારી સાથે દગો થાય તો શુ કરશો
જો કોઈ એસબીઆઈ ગ્રાહક મેસેજરનો શિકાર થાય છે તો ત્રણ દિવસની અંદર તેની રિપોર્ટ કરવા પર રિફંડનો દાવો કરવામાં આવી શકે છે. જે માટે ગ્રાહકને 1800111109 પર કોલ કરી બેંકને માહિતી શેયર કરવી પડશે. આ ઉપરાંત ગ્રાહક 9212500888 પર ‘Problem’ ટાઈપ કરીને એસએમએસ મોકલીને પણ રિપોર્ટ કરી શકે છે. કે બેંકના સત્તાવાર ટ્વિટર હેંડલ @SBICard_Connect પર પણ પોતાની સાથે થયેલ દગાની રિપોર્ટ કરી શકે છે.