3 કેમૈરાવાળો Realme 3 આજે થશે લૉંચ, ડિસ્પ્લેમાં રહેશે આ વિશેષતા

સોમવાર, 4 માર્ચ 2019 (10:53 IST)
Realme પોતાનો નવો સ્માર્ટફોન Realme 3 આજે લોન્ચ કરવા માટે તૈયાર છે. ફોન 4 માર્ચ એટલે કે આજે 12.30 વાગ્યે રજુ થઈ જશે. આ સ્માર્ટફોનને લઈને કંપનીએ ફ્લિપકાર્ટ પર ટીઝર રજુ કર્યુ છે. જેમા કેટલાક ફીચર્સને રજુ કરવામાં આવ્યા છે. જેના મુજબ ફોનમાં Mediatech Helio P70  પ્રોસેસર અને 4230 mAhની બેટરી રહેશે. 
 
 Helio P70  પ્રોસેસરને લઈને 40 ટકા ઓછો પાવર કંજપ્શન અને 30 ટકા ઝડપી ડાઉનલોડ્સનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એ પણ કન્ફર્મ થઈ ચુક્યુ છે કે તેમા વોટર ડ્રોપ નૉચ મળશે. 
 
વાત કરીએ તેના કેમરાની તો આ પહેલા આવેલ ટીઝર મુજબ તેમા 24MP+16MPનો ડુઅલ રિયર કૈમરા સેટઅપ મળશે જે 4K રેકોર્ડિંગ સાથે આવશે. હાલ સેલ્ફી કેમરાને લઈને કોઈ માહિતી નથી આવી ડિઝાઈનની વાત કરીએ તો આ ફોન પણ  Realme 1 અને Realme 2 ની જેમ ડાયમંડ કટ ડિઝાઈન સાથે આવશે.  જો કે Redmi 2 Proમાં ડાય્મંડ કટ ડિઝાઈન થીમ જોવા મળી નહોતી. 
 
જો કે ફોનની કિમંત વિશે અત્યાર સુધી કોઈ ખુલાસો થયો નથી. પણ એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ ફોનની કિમંત પણ રિયલમીના પહેલા બે ડિવાઈસની જેમ જ 15 હજાર રૂપિયાની અંદર રહેશે.  એવુ કહેવાય રહ્યુ છે કે બજેટ ફોનના કારણે રિયલમીનો આ નવો ફોન તાજેતરમાં જ લૉંચ Redmi Note 7 અને  Redmi Note 7 Pro ને ટક્કર આપી શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર