Jio Prime Membership ગયા વર્ષે Jio દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. હવે તેની વૈલિડિટી ખતમ થવામાં માત્ર થોડાક જ દિવસ બચ્યા છે. જિયો પ્રાઈમ મેંબરશિપ 31 માર્ચના રોજ ખતમ થઈ રહી છે. જિયો પ્રાઈમ યૂઝર્સને વધુ ડેટા એસએમએસ મફતમાં જિયો એપ્સ વાપરવાની સુવિદ્યા વગેરે આપવામાં આવે છે. આ પ્લાનની કિમંત જિયોએ ફક્ત 99 રૂપિયા રાખી હતી.
ઉલ્લેખનીય છે કે રિલાયંસ ઈંડસ્ટ્રીના ચેયરમેન મુકેશ અંબાણીએ ગયા વર્ષે જિયો પ્રાઈમ સબ્સક્રિપ્શનના શરૂ કરવાનુ એલાન કરવામાં આવ્યુ હતુ. પ્રાઈમ મેંબરશિપ યૂઝર્સને નૉન પ્રાઈમ મેંબર્સ કરતા વધુ સેવાઓ મળતી હતી. બીજી બાજુ જો જિયો યૂઝર્સ કંપનીની એપ દ્વારા રિચાર્જ કરી રહ્યા હતા તો ફરી જિયો પ્રાઈમ મેંબરશિપ નંબર પર આપમેળે જ જોડાય જાય છે.
પણ હવે Jio Prime Membership ખતમ થઈ રહી છે તો ફરી એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ અઠવાડિયે ટેલિકોમ ઓપરેટર આ વિશે કેટલાક એનાઉંસમેંટ કરી શકે છે. બીજી બાજુ એવુ પણ બની શકે કે જિયો આ પ્લાનને આગળ પણ આ જ કિમંત પર ચાલુ રાખી શકે કે પછી આની કિમંત ઘટાડી શકે છે. આ ઉપરાંત વિવિધ મીડિયા રિપોર્ટ્સ આ તરફ ઈશારો કરી રહ્યા છે કે એવુ શક્ય છે કે Jio Prime subscription સંપૂર્ણ રીતે ખતમ પણ કરી શકાય છે.