દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની બનશે
બીએસસીમાં કરવામાં આવેલ એક ફાયલિંગમાં કંપનીએ જણાવ્યુ કે આ વિલય પછી સંયુક્ત એકમમાં તેની પાસે 45 ટકા શેયર્સ રહેશે. આ વિલય પછી આ સંયુક્ત ઉપક્રમ દેશની સૌથી મોટી કંપનીના રૂપમાં સામે આવશે. રેવન્યૂમાં તેની ભાગીદારી લગભગ 40 ટકા હશે અને 38 કરોડથી વધુ તેના ગ્રાહક હશે.
એયરટેલ-જિયોને મળશે ટક્કર
ઉલ્લેખનીય છે કે વાયરલેસ સબ્સક્રાઈબરના આધાર પર વોડાફોન બીજા અને આઈડિયા ત્રીજા નંબર પર છે. આ મર્જર એયરટેલ અને રિલાયંસ જિયોને પાછળ છોડી દેવામાં સક્ષમ છે. ડીલ મુજબ આઈડીયા પાસે સંયુક્ત ઉપક્રમના ચેયરામેનની નિમણૂકના પૂર્ણ અધિકાર રહેશે. તો બીજી બાજુ બંને કંપનીઓ મળીને જ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર અને ચીફ ઓપરેટિંગ ઓફિસરની નિમણૂંક કરી શકશે. વોડાફોન પોતાની તરફથી 3 ડાયરેક્ટર્સ નિમણૂંક કરી શકશે.
2018માં થશે વિલય
આઈડિયા અને વોડાફોનનો વિલય 2018માં પૂર્ણ થશે. આ વિલય માટે આઈડિયા સેલ્યુલરનુ વેલ્યુએશન 72,200 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે. જ્યારે કે વોડાફોનનુ વેલ્યુએશન 82,800 કરોડ રૂપિયા આંકવામાં આવ્યુ છે.