Facebook પર કોણે કર્યા છે તમને બ્લોક, આ રીતે જાણી શકશો

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (13:06 IST)
આજકાલ કદાચ જ એવુ કોઈ હશે જે ફેસબુકનો ઉપયોગ ન કરતુ હોય. ફેસબુક પર ક્યારેક ક્યારેક લોકોની કોઈ વાતને લઈને વિવાદ થઈ જાય છે. આવામાં કેટલાક યૂઝર્સ એકબીજાને બ્લોક કરી નાખે છે.  ક્યારેક ક્યારેક કોઈ વાત પર નારાજ થવાથી કોઈ બ્લોક કરી નાખે છે. આવો આજે અમે તમને કેટલાક એવા ઉપાય બતાવી દઈએ જેનાથી તમને ફેસબુક પર કોણે બ્લોક કર્યા છે તેના વિશે જાણ થઈ શકશે. 
 
પહેલી રીત - સૌ પહેલા ફેસબુકના સર્ચ બારમાં જાવ. હવે તમને જેના પર શક હોય તેનુ નામ સર્ચ કરો. જો તેની પ્રોફાઈલ ન દેખાય તો તેના બે મતલબ હોઈ શકે. પહેલુ કે તેને તમને બ્લોક કરી દીધુ છે. અને બીજુ એ કે તેણે પોતાનુ એકાઉંટ ડિએક્ટિવેટ કરી દીધુ હોય. 
બીજી રીત - જો તમને કોઈના પર શક છે અને તેનાથી તમને પહેલા ફેસબુક પર વાતચીત થઈ ચુકી છે તો તમારા જૂના મેસેજને શોધો. જો હવે તમને તેનુ નામ બ્લેકમાં અને બોલ્ડમાં દેખાય અને તમે તેના પર ક્લિક ન કરી શકો તો તેનો મતલબ છે કે તે ફેસબુક પર છે પણ તમને બ્લોક કરી દીધા છે. 
 
 
જો કોઈએ તમને ફેસબુક પર બ્લોક કરી નાખ્યા છે તો તમે તેને મેસેજ કે ફ્રેંડ રિકવેસ્ટ મોકલી શકતા નથી કે ન તો તેની પ્રોફાઈલ ચેક કરી શકો છો. 
આ લોકોને કોઈ નથી કરી શકતુ બ્લોક 
 
ફેસબુક પર જ્યા લોકો વાત વાત પર એકબીજાને બ્લોક કરી નાખે છે એવામાં બે લોકો એવા છે જેમને કોઈ બ્લોક કરી શકતુ નથી.  ફેસબુકના સહ સંસ્થાપક માર્ક જકરબર્ગ અને તેમની પત્ની પ્રેસિલા ચાનને કોઈ ક્યારેય બ્લોક કરી શકતુ નથી.  કેટલાક યૂઝર્સ વિચાર છે કે માર્ક ફેસબુકના સીઈઓ અને સહ-સંસ્થાપક છે.  તેથી બની શકે કે તેમને બ્લોક કરી શકાતા નથી. પણ હકીકત તેનાથી અલગ છે. ઉલ્લેખનીય છે કે ફેસબુક યૂઝર્સે માર્ક જકરબર્ગ અને તેમની પત્નીને એટલા અધિકવાર બ્લોક કર્યા છે કે આ બે પ્રોફાઈલ્સ માટે બ્લોક કરનારુ સિસ્ટમ કામ કરતુ બંધ થઈ ગયુ છે.  વર્ષ 2010થી જ સાઈટે આ ફંક્શનૈલિટી બંધ કરી રાખી છે.  ફેસબુકનું કહેવુ છે કે તેની પાછળ કોઈ સ્પેશય્લ ટ્રીટમેંટ નથી. બંનેના પોસ્ટ્સ એટલીવાર અનલાઈક અને પ્રોફાઈલ બ્લોક કરવામાં આવી છે કે સિસ્ટમને તેમને આપમેળે જ બંધ કરી દેવા પડ્યા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર