Whatsapp એકાઉંટને આ રીતે કરો delete

શુક્રવાર, 10 નવેમ્બર 2017 (20:58 IST)
શુ તમે ક્યારેય એવુ અનુભવ્યુ છે કે તમારો વ્હોટ્સએપ પર સ્પૈમ મેસેજથી પરેશાન થઈ ગયા છો અને એપને હંમેશા માટે હટાવી દેવા માંગો છો ? જો કે તેનાથી સ્પૈમની સમસ્યા ખતમ નહી થાય.  જ્યારે ક્યારેય તમે વ્હાટ્સએપ બીજીવાર ઈંસ્ટોલ કરશો તો તામરા બધા ગ્રુપ પરત આવી જશે અને સ્પૈમ મેસેજ પણ ફરીથી મળવા લાગશે. 
 
જો તમે આ વ્હાટ્સગ્રુપને છોડી દો છો તો લોકો તમને તરત જ ગ્રુપમાં જોડી દે છે અને આ પ્રક્રિયા ચાલતી રહે છે. તેનુ એક યોગ્ય રીત છે કે જે લોકોની તમે ચિંતા કરો છો તેમની સાથે જોડાયેલા રહેવા માટે બીજા એપનો ઉપયોગ કરોઅને તમારા વ્હાટ્સએપ એકાઉંટને કાયમ માટે ડિલીટ કરી દો. જો કે આવુ કરવુ થોડુ ખરાબ લાગી શકે છે.  પણ વ્હાટ્સએપનું ન હોવુ દુનિયા ખતમ થઈ જવા જેવુ તો નથી.  જો તમે પણ વ્હાટ્સએપ ડિલીટ કરવા માંગો છો તો આ વિશે જાણો.. આ પ્રક્રિયા અપનાવો 
 
વ્હાટ્સએપ એકાઉંટ કેવી રીતે ડિલીટ કરશો... 
 
- વ્હાટ્સએપ ખોલો અને સેટિંગમાં સ્ક્રિન પર જમણી બાજુ સૌથી નીચે સેટિંગનો વિકલ્પ મળશે 
- એંડ્રોયડ પર મુખ્ય સ્કીન પર જમણી બાજુ સૌથી ઉપર ત્રણ ડોટ પર ટૈપ કરો અને ફરી સેટિંગ પર ક્લિક કરો. 
- વિંડોઝ ફોન પર 'મોર' માં જાવ અને સેટિંગ પર ટેપ કરો 
- એકાઉંટ પર ટૈપ કરો 
- ડિલીટ માય એકાઉંટ પર ટૈપ કરો 
- તમારો ફોન નંબર નાખો અને ડિલીટ માય એકાઉંટ પર ટૈપ કરો. 
 
આ સમગ્ર પ્રક્રિયા પછી તમારુ વ્હાટ્સએપ એકાઉંટ સ્થાયી રૂપે ડિલીટ થઈ જશે. તમારા ફોન દ્વારા તમારુ પુર્ણ વ્હાટ્સએપ ડેટા ખતમ થઈ જશે અને જો તમે વ્હાટ્સએપ ડેટાનો કોઈ બૈકઅપ લીધો છે તો તે અપ્ણ ડિલીટ થઈ જશે. ત્યાબાદ તમે તમે એ જ ફોન નંબર સાથે એક નવુ વ્હાટ્સએપ એકાઉંટ બનાવો છો તો કોઈપણ જૂનો ડેટા નહી મળે.  તમારા બધા જૂના ગ્રુપ, મેસેજ કે બીજા કોઈપણ ડેટા નહી મળે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર