ગૂગલે બનાવી છે સ્માર્ટ ચમચી.. જાણો આ ચમચીની વિશેષતા

શુક્રવાર, 28 નવેમ્બર 2014 (16:53 IST)
ગૂગલે એક સ્માર્ટ ચમચી રજુ કરી છે. જે ખૂબ જ કામની છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ માટે મદદરૂપ છે જેમના હાથ ધ્રુજવાને કારણે કશુ ખાવા પીવામાં મુશ્કેલી થાય છે.  
 
જો કે આનો સંપૂર્ણ શ્રેય ગુગલને આપવો ઠીક નથી. આ ચમચીને લિફ્ટ લૈબ્સ નામના સ્ટાર્ટઅપે બનાવવી શરૂ કરી. ગૂગલે આ ટેકનોલોજી જોઈ અને  તેને આ કંપની ખરીદી લીધી. લિફ્ટ લૈબના ફાઉંડર ભારતીય મૂળના અનુપમ પાઠકે જણાવ્યુ કે 4 લોકોએ શરૂ કરેલ આ સ્ટાર્ટઅપના ગૂગલમાં ગયા પછી તેમણે તેમા ટેકનોલોજીના રિસર્ચને લઈને વધુ આઝાદી મળશે. 
 
લિફ્ટવેઅર નામની આ ચમચી સેકડો એલ્ગરિદમ્સનો ઉપયોગ કરે છે અને ચમચીનું કંપન(હાથનું ધ્રુજવુ) ઓછુ કરે છે.  હથ ધ્રુજવા છતા ચમચી ઓછી હલવાથી દર્દી પહેલા કરતા વધુ આરામથી ખાઈ શકે છે. 
 
આમા ટેકનોલીજી મદદથી એ જોવામાં આવ્યુ છે કે હાથ કેવી રીતે હલી રહ્યો છે અને એ હિસાબથી ચમચી પોતાનુ બેલેંસ બનાવે છે. ટેસ્ટમાં એ પણ જોવા મળ્યુ કે લિફ્ટવેર ચમચીના હલવાની ક્રિયાને 76 ટકા ઓછી કરી નાખે છે. 
 
ગૂગલની પ્રવક્તા કેટલિન જબારીએ કહ્યુ. અમે લોકોની રોજીંદી જીંદગીમાં મદદ કરવા માંગીએ છીએ. 
 
યુસી સેન ફ્રંસિસ્કો મેડિકલ સેંટરામાં ન્યુરોલોજીસ્ટ અને પાર્કિસન જેવી બીમારીઓની વિશેષગ્ય ડોક્ટર જિલ ઓસ્ટ્રિમે આને અદ્દભૂત ગણાવ્યુ છે. તેમણે આ ચમચીને બનાવવામાં પોતાની સલાહ દ્વારા મદદ પણ કરી હતી. તેમણે કહ્યુ મારી પાસે કેટલાક દર્દી છે જે પોતે નથી ખાઈ શકતા. પહેલા કોઈ બીજાએ તેમણે ખવડાવવું પડતુ હતુ. પણ હવે તેઓ જાતે ખાઈ શકે છે.  આનાથી આ બીમારી તો ઠીક નથી થતી પણ અનેક સકારાત્મક ફેરફારો આવે છે. 
 
ગુગલના કો-ફાઉંડર સર્ગેઈ બિનની મા સહિત દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો એવા છે જેમને પાર્કિસન કે આવી કોઈ બીમારી છે. બ્રિને જણાવ્યુ કે તે પાર્કિસનની સારવારના રિસર્ચ પર 5 કરોડ ડોલર દાન કરી ચુક્યા છે. 
 
હવે અનુપમ પાઠકની ટીમ ગૂગલ (xમાં કામ કરે છે. તેમણે જણાવ્યુ કે ગૂગલમાં આવવાથી તેઓ પ્રેરિત થયા છે. પણ તેમનુ ફોક્સ એ લોકો પર રહેશે જે આ ચમચીની મદદથી જાતે ખાઈ શકે છે. તેઓ આમા હજુ વધુ સેંસર્સ લગાવવાના છે. જેનાથી મેડિકલ રિસર્ચર્સને મદદ મળશે.  
 
આ ચમચીની કિમંત હજુ સુધી 295 ડોલર (લગભગ 18 હજાર રૂપિયા) હતી. પણ એવુ કહેવાય રહ્યુ છેકે હવે આ ખૂબ જ સસ્તી થઈ શકે  છે. 
 

વેબદુનિયા પર વાંચો