1 જાન્યુઆરીથી યૂઝર્સ માટે ફેસબુક કરશે જરૂરી ફેરફાર

શુક્રવાર, 28 નવેમ્બર 2014 (15:30 IST)
ફેસબુક પર એક જાન્યુઆરી 2015થી વ્યક્તિગત નીતિઓ ઉપરાંત ઘણા મોટા ફેરફાર કરવા જઈ રહ્યુ છે. ફેસબુકે પોતાના યુઝર્સને ઈ-મેલ  અને ફેસબુક પર સંદેશ સાથે એની માહિતી આપી છે. 
 
આ જાણકારી મુજબ ફેસબુક પોતાની ડેટા નીતિ કુકીજ પોલીસી અને શર્તોને અપડેટ કરશે જેને સમજીવામાં  લોકોને સરળતા થશે. 
 
લોકોના હાથમાં નિયંત્રણ 
 
સાથે જ જો તમે જુદા-જુદા ઉપકરણો પર ફેસબુકનો ઉપયોગ કરો  છે તો તમને  કયું વિજ્ઞાપન જોવું છે એનું નિયંત્રણ પણ  તમારા હાથમાં આવી જશે.  પર્સનલ નીતિમાં ફેરફાર પ્રાઈવેસી ચેકઅપને સારી રીતે કરાશે . જેથી તમે કોની સાથે શેયર કરો એનું નિયંત્રણ તમારા હાથમાં રહેશે.  
 
આ સિવાય ઓડિયેંસ સિલેક્ટરને પણ સારા કરવાની જાહેરાત કરી છે.  આવતા વર્ષે કંપની આવા ક્ષેત્રોમાં ખરીદારીના બટન શામેલ કરશે એટલે તમે ફેસબુક પર  ખરીદી પણ કરી શકશો . પણ આ બટન હાલ પરીક્ષણના સ્તર પર જ થશે. આ સિવાય ફેસબુક સાથે સંકળાયેલી અને કંપનીઓના એપ્સ વિશે વધારે માહિતગાર થશે. 
 
પોતાની ઈચ્છા મુજબ એડ જુઓ .
 
પશ્ચિમી દેશોના યુઝર્સમાં આ વાતને લઈને હમેશા ચિંતા રહે છે  એમના  વિશે માહિતી વિજ્ઞાપનદાતાઓને કેવી રીતે કરવામાં આવે છે ? આ  વિશે ફેસબુકન કહેવું છે આ અંગેની નીતીઓમાં કોઈ ફેરફાર નહી થાય અને તેઓ વિજ્ઞાપનદાતાઓને વગર બતાવે પોતાના યુઝર્સ વિશે વધુ માહિતી આપતા નથી. 
 
આ દિશામાં આગળ પગલા વધારતા ફેસબુક આવતા વર્ષથી તમને એ  અધિકાર આપશે કે તમે કેવા પ્રકારની જાહેરાતો જુઓ. ફેસબુકનો કહેવું છે કે અગાઉ  લોકોને  લેપટાપ પર અનેક પ્રકારની જાહેરાતો જોવાની મનાઈ કરી છે.  જે મોબાઈલમાંથી હટાવવી શક્ય નથી.

હવે વધુ લોકો  મોબાઈલ-ટેબલેટ વગેરે પર છે તો આ સુવિદ્યા આ ઉપકરણોને પણ આપવામાં આવશે.  

વેબદુનિયા પર વાંચો