ડેટા સુરક્ષાની ચિંતા બતાવતા Paytm એ 'એપ પીઓએસ' સેવા પર રોક લગાવી

શુક્રવાર, 25 નવેમ્બર 2016 (15:13 IST)
મોબાઈલ વોલેટ કંપની પેટીએમે નોટબંદી પછી શરૂ કરવામાં આવેલ પોતાના એપ પીઓએસના પરિચાલનને સ્થગિત કરી દીધુ છે.  તેનાથી નાના દુકાનદાર કાર્ડના માધ્યમથી ચુકવણી સ્વીકાર કરી શકે છે.  કંપનીએ આવુ ગ્રાહકની ડેટા સુરક્ષા અને વ્યક્તિગત ડેટા સુરક્ષા સંબંધી ચિંતાઓને કારણે કર્યુ છે. 
 
કંપનીએ આ નવી સુવિદ્યા વેચાણના સ્થાન(પોઈંટ ઓફ સેલ) પર વાસ્તવિક પીઓએસ મશીન કે કાર્ડ સ્વાઈપ મશીનની જરૂરને હટાવવા માટે શરૂ કરી હતી. તેનાથી નાના દુકાનદારોને પોતાના સ્માર્ટફોનના માધ્યમથી લેવડ-દેવડમાં મદદ મળે છે. 
 
જો કે આ સુવિદ્યા આ અઠવાડિયામાં જ શરૂ કરવામાં આવી હતી. આ સેવાને પેટીએમે પરત લઈ લીધી છે. કારણ કે ઉદ્યોગ જગત દ્વારા તેનાથી ગ્રાહકના કાર્ડની માહિતીની સુરક્ષા સંબંધી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. 
 
કંપનીએ પોતાના બ્લોગ પર લખ્યુ, "ઉદ્યોગ જગત તરફથી મળેલ કેટલાક સુઝાવના આધાર પર અમે આ સુવિદ્યા (એપ પીઓએસ) ને દુકાનદારોને ઉપલબ્ધ કરાવતા પહેલા વધુ પ્રમાણીકરણ કરવાનો નિર્ણય લીધો છે. અમે આ સેવાને ટૂંક સમયમાં જ જલ્દી અને અદ્યતન સુવિદ્યાઓ સાથે શરૂ કરીશુ." તેમા કહેવામાં આવ્યુ છે કે ગ્રાહકોને ડેટા અને પર્સનલ સુરક્ષાથી વધુ તેમના માટે કશુ પણ મહત્વપૂર્ણ નથી. 

વેબદુનિયા પર વાંચો