ભારતમાં ૩જી/૪જી નેટવર્ક ફક્ત ૧૩ ટકા લોકો જ વાપરે છે

ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2015 (15:30 IST)
ભારતમાંહાઇ સ્‍પીડ મોબાઇલ ડેટા સર્વિસિસ બે વર્ષથી વધુ સમયથી હોવાછતાં ભારતમાં માત્ર ૧૩ ટકા ગ્રાહકો ૩જી અને ૪જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હોવાનું ફેસબુક-લેડ ઇન્‍ટરનેટ ડોટઓઆરજી દ્વારા કરવામાં આવેલા એક અભ્‍યાસમાં જણાવવામાં આવ્‍યું છે. ભારતમાં મોબાઇલ ડેટા યૂસેઝ ચાર્જીસ વિશ્વમાં સૌથી નીચા છે.

   ભારત જેવા દેશો એન્‍ટ્રી-લેવલ ડેટા યૂઝના સૂચક છે. સિસ્‍કોની ૨૦૧૪ વીએનઆઇ મોબાઇલ આગાહીને આધારે ભારત ગ્‍લોબલ વપરાશના નિમ્‍ન સ્‍તરે છે અને મોબાઇલ યૂઝર્સ દર મહિને સરેરાશ ૧૪૯ એમબીનો વપરાશ કરે છે. રિપોર્ટમાં એન્‍ટ્રી-લેવલ ડેટા યૂસેજને દર મહિને ૧૦૦ એમબી સ્‍તરે મૂકવામાં આવ્‍યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્‍યું છે કે ટોચના ૨૦ ટકા યૂઝર્સ ૮૫ ટકા વપરાશ કરે છે જયારે નિમ્‍ન સ્‍તરના ૮૦ ટકા યૂઝર્સ દર મહિને સરેરાશ ૩૦ ટકા કરતા પણ ઓછો વપરાશ કરે છે.

વેબદુનિયા પર વાંચો