હૈદરાબાદની હારનો આ છે સૌથી મોટો વિલન, એક જ મેચ પછી નીકળી ગઈ બધી હીરોગીરી

શુક્રવાર, 18 એપ્રિલ 2025 (13:02 IST)
હૈદરાબાદની ટીમને આઈપીએલના એક વધુ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમે આ વર્ષે આઈપીએલમાં શાનદાર શરૂઆત કરી હતી. પણ ત્યારબાદ ન જાણે તેને કોની નજર લાગી કે ટીમ સતત પાછળ જ જતી રહી અને હવે હાલત એ છે કે ટીમ માટે પ્લેઓફ સુધી પહોચી શકવુ અશક્ય જોવા મળી રહ્યુ છે. આ હાર માટે સીધી રૂપે એક ખેલાડીને જવાબદાર ઠેરવી શકાય છે. તેને ન તો તકની પરખ છે અને ન તો સમયની કિમંત. અમે વાત કરી રહ્યા છે ઈશાન કિશનની. જેણે આ વર્ષે પહેલા જ મુકાબલામાં શાનદાર સેંચુરી મારી. પણ પછી સતત ફ્લોપ પર ફ્લોપ રમત ચાલુ છે. તે આ હારનો વિલન બની ગયો છે.  
 
ફક્ત બે રન બનાવીને વિલ જૈક્સનો શિકાર બન્યા ઈશાન કિશન 
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ જ્યારે ગુરૂવાર પહેલા બેટિંગ માટે ઉતરી તો અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે એક સારી શરૂઆત આપી. શરૂઆત એટલી ફાસ્ત તો નહોતી જેની આશા હૈદારાબાદની ટીમ પાસેથી કરવામાં આવે છે. પણ વિકેટ પણ પડી નહોતી. પહેલી છ ઓવર એટલે કે પાવરપ્લેમાં ટીમે 46 રન બનાવી લીધા હતા. પણ સારી વાત એ હતી કે ટીમની એક પણ વિકેટ પડી નહોતી. રમતની આઠમી ઓવરમાં  જ્યારે હૈદરાબાદની પહેલી વિકેટ પડી ત્યારે ટીમનો સ્કોર 59 રન પર પહોચી ચુક્યો હતો.  અભિષેકે 28 બોલ પર 40 રન બનાવ્યા. ત્યારબાદ ત્રીજા નંબર પર આવેલ ઈશાન કિશન અહી પણ ફ્લોપ રહ્યા. તેમણે 3 બોલ પર ફક્ત 2 રન બનાવ્યા અને વિલ જૈક્સ જેવા પાર્ટ ટાઈમ બોલરની બોલ પર આઉટ થઈ ગયા.  
 
મુંબઈના વાનખેડેમાં ખૂબ ક્રિકેટ રમી, તેમ છતા પણ ફ્લોપ 
જ્યારે હૈદરાબાદને એક સારી શરૂઆત મળી ગઈ હતી અને પહેલી વિકેટ આઠમી ઓવરમાં પડી ત્યારે ત્રીજા નંબરના બેટ્સની જવાબદારી થાય છે કે તે ટીમને આગળ લઈને જાય. પણ ઈશાન કિશન સસ્તામાં આઉટ થઈ ગયા.  ખાસ વાત એ પણ છે કે ઈશાન કિશને મુંબઈ ઈંડિયંસ દ્વારા જ પોતાની આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી અને  લામ્બા સમય સુધી આ ટીમ માટે વાનખેડે સ્ટેડિયમમાં રમ્યા છે. પણ તેમ  છતા તેઓ હૈદરાબાદ માટે કશુ કરી ન શક્યા.  
 
એક સેંચુરી મારીને ઈશાનની બેટ જાણે થાકી ગઈ 
આ વર્ષે આઈપીએલની પહેલી જ મેચમા અણનમ 106 રનની રમત રમનારા ઈશાન કિશન ત્યારબદ ફક્ત એ જ વાર ડબલ ફિગરનો આંકડો પાર કર્યો છે. રાજસ્થાન રોયલ્સના વિરુદ્ધ સદી માર્યા બાદ આગામી મેચમાં ઈશાન કિશન એલએસજી વિરુદ્ધ પોતાનુ ખાતુ પણ ખોલી શક્યા નથી અને ગોલ્ડન ડકનો શિકાર થયા. ત્યારબાદ ત્રીજી મેચમાં દિલ્હીના વિરુદ્ધ ઈશાન કિશને બે રન, કેકેઆર વિરુદ્ધ બે રન અને ગુજરાત ટાઈટંસ વિરુદ્ધ 17 રનની રમત રમી છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ તેમણે અણનમ 9 રન બનાવ્યા પણ હવે મુંબઈ વિરુદ્ધ ફરી બે રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. જો ઈશાન કિશન ઠીક રીતે ટ્રેવિસ હેડનો સાથ આપતા તો હૈદરાબાદની ટીમ 200ની આસપાસ સુધી પહોચી શકતી હતી અને આ મેચ જીતાઉ સ્કોર થઈ જતો પણ્ણ ઈશાન કિશન બધુ વેર વિખેર કરી નાખ્યુ.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર