IPL Playoffs Scenario: ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની નજીક, રાજસ્થાન રોયલ્સ ટીમ એકદમ નીચે સરકી

ગુરુવાર, 10 એપ્રિલ 2025 (00:50 IST)
શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાત ટાઇટન્સે વધુ એક IPL મેચ જીતી લીધી છે. રાજસ્થાન રોયલ્સ સામે મોટી જીત નોંધાવ્યા બાદ, ગુજરાત ટાઇટન્સ ટીમ હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે ટીમ માત્ર નંબર વન પર જ નહી પણ પ્લેઓફની પણ ખૂબ નજીક છે. જો  રાજસ્થાન રોયલ્સ વિશે વાત કરીએ તો આ ટીમની હાલત ખરાબ છે. ટીમ માત્ર મેચ જ નથી હારી  પણ મોટી હારનો સામનો પણ કરવો પડ્યો, જેના કારણે તેના નેટ રન રેટ પર પણ ઘણી અસર પડી છે.
 
ગુજરાત ટાઇટન્સની ટીમે પાંચમાંથી ચાર મેચ જીતીને મેળવી ચુકી છે આઠ પોઈન્ટ  
જો આપણે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ પછી પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો હવે જીટી પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. ટીમે અત્યાર સુધી રમાયેલી પાંચ મેચમાંથી ચારમાં જીત મેળવી છે અને માત્ર એક જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તે પછી ટીમે સતત ચાર મેચ જીતી અને હવે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તેના ચાર જીતથી આઠ પોઈન્ટ થયા છે. હવે અહી જો ટીમ બાકીના 9 મેચમાંથી પાંચ વધુ મેચ જીતે છે, તો પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. એવી અપેક્ષા છે કે ટીમે શરૂ કરેલી જીતનો સિલસિલો આગળ પણ ચાલુ રહેશે.
 
આ છે ટોપ 4 ની બાકી ટીમો 
 જો આપણે ટોચની બાકીની 4 માં ત્રણ ટીમો વિશે વાત કરીએ, તો હાલમાં દિલ્હી કેપિટલ્સ બીજા નંબર પર છે અને RCB ત્રીજા નંબર પર છે. પંજાબ કિંગ્સની ટીમ ચોથા નંબરે છે. દરેક પાસે છ પોઈન્ટ છે. LSG ના પણ છ પોઈન્ટ છે, પરંતુ ટીમ ટોપ 4 માંથી બહાર છે એટલે કે 5 માં નંબર પર છે. કોલકાતા અને રાજસ્થાનના ફક્ત ચાર પોઈન્ટ છે. રાજસ્થાનની ટીમ 5 માંથી ફક્ત બે મેચ જીતી શકી છે. ટીમનો નેટ રન રેટ પણ નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે, કારણ કે આ મેચમાં તેને 58 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે.

 
મુંબઈ, સીએસકે અને એસઆરએચની મુશ્કેલીઓ વધી
મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પાસે ફક્ત બે પોઈન્ટ છે અને બંને ટીમોએ પાંચ-પાંચ મેચ રમી છે. તેમના માટે ટોચના 4 માં પહોંચવું અને પ્લેઓફમાં સ્થાન મેળવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય હશે, સિવાય કે કોઈ ટીમ અહીંથી જીતનાં રથ પર સવાર થઈ જાય અને સતત ત્રણ કે ચાર મેચ જીતે. જોકે હજુ પણ IPLમાં ઘણી બધી મેચ બાકી છે અને ઘણા અપસેટ થશે, પરંતુ જે ટીમોએ પોતાની અગાઉની મેચ જીતી છે તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવું લાગતું નથી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર