IPL 2025:17 મે થી આઈપીએલ 2025 ફરીથી શરૂ થઈ રહી છે. હવે 2 ટીમો માટે કરો યા મરો ની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. અહીથી 1 મેચ હારતા જ આ ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ જશે. IPL 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IPL 2025 સ્થગિત કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારો થતાં તે ફરીથી શરૂ થઈ રહી છે. IPL 2025 17 મેથી ફરી શરૂ થવા જઈ રહી છે. પ્રથમ મેચમાં RCB અને KKR વચ્ચે મુકાબલો થશે. હવે IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂને યોજાશે. હવે અન્ય 2 ટીમો માટે કરો યા મરોની સ્થિતિ ઉભી થઈ છે. 1 મેચમાં હાર સાથે, IPL 2025 માં આ ટીમોની સફરનો અંત આવશે.
આ બે ટીમો પર લટકી રહી છે તલવાર
હાલમાં, જો આપણે પોઈન્ટ ટેબલની વાત કરીએ, તો ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બીજા સ્થાને, પંજાબ કિંગ્સ ત્રીજા સ્થાને અને મુંબઈ ઇન્ડિયન્સ ચોથા સ્થાને છે. આ ઉપરાંત, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને સાતમા સ્થાને છે. હવે KKR અને LSG માટે કરો યા મરો જેવી સ્થિતિ ઉભી થઈ છે. KKR એ 12 મેચ રમી છે, જેમાંથી ટીમે 5 જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. હવે KKR પાસે 2 મેચ બાકી છે, જો KKR અહીંથી 1 મેચ પણ હારી જાય તો તે IPL 2025 માંથી બહાર થઈ જશે. KKR ની આગામી મેચ RCB સાથે થવાની છે.
બીજી બાજુ LSG ને IPL 2025 માંથી બાકાત રાખવાનો ખતરો પણ છે. LSG એ અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી ટીમે 5 જીતી છે અને 6 હારનો સામનો કરવો પડ્યો છે. હાલમાં, LSG પાસે 3 મેચ બાકી છે અને ઋષભ પંતની ટીમને તે બધી જીતવાની જરૂર છે. લખનૌ સુપર જાયન્ટ્સની આગામી મેચ ૧૯ મેના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. હૈદરાબાદ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું છે, તેથી LSG આ મેચ જીતીને પ્લેઓફની આશા જીવંત રાખવા માંગશે.
આ ટીમો થઈ ચુકી છે બહાર
અત્યાર સુધી આઈપીએલ 2025માંથી 3 ટીમો બહાર થઈ ચુકી છે. જેમા ચેન્નઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ ની ટીમનો સમાવેશ થાય છે. આ ત્રણેય ટીમોનુ પ્રદર્શન આ સીઝન દરમિયાન ખૂબ જ ખરાબ રહ્યુ છે.