સંજુની લડાયક બેટિંગ- સંજુ સેમસને ગુજરાત સામે 6 સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો, આવું કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો

સોમવાર, 17 એપ્રિલ 2023 (07:38 IST)
Sanju Samson: રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 60 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 6 સિક્સર ફટકારી હતી. 

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને IPLના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. સંજુ આવું કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ગયા રવિવારે (16 એપ્રિલ) ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમીને તેની ટીમને જીત અપાવવામાં મદદ કરી હતી. તેણે 187.50ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 32 બોલમાં 60 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં કુલ 3 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિક્સર સાથે, સંજુ એવા બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો જેણે IPLની એક ઇનિંગમાં સૌથી વધુ વખત 6 કે તેથી વધુ સિક્સર ફટકારી છે.
 
સંજુએ અત્યાર સુધી IPLની કુલ 6 ઇનિંગ્સમાં 6 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. સંજુ આ મામલે પોતાની ટીમ રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન જોસ બટલરના સ્તરે પહોંચી ગયો છે. બટલરે પણ IPLમાં અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં 6 કે તેથી વધુ સિક્સર ફટકારી છે. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો બેટ્સમેન ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે IPLની કુલ 22 ઇનિંગ્સમાં 6 અથવા 6થી વધુ સિક્સર ફટકારી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર