કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું, પ્લેઓફની આશા જીવંત રાખી

મંગળવાર, 10 મે 2022 (00:51 IST)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવ્યું. KKRએ મુંબઈને 52 રને હરાવી ટુર્નામેન્ટમાં તેની પાંચમી જીત નોંધાવી હતી. તે જ સમયે, IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સની આ 9મી હાર છે. મુંબઈ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, જ્યારે કોલકાતાની ટીમે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. KKRના ખાતામાં હવે 10 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાનેથી 7મા સ્થાને જવામાં સફળ રહી છે.
 
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટનનો આ નિર્ણય પહેલા તો સાચો સાબિત ન થયો, પરંતુ જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ લઈને KKRની કમર તોડી નાખી. આવી સ્થિતિમાં કોલકાતાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. ટીમની અવાર-નવાર વિકેટો પડતી રહી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ માટે 166 રનનો ટાર્ગેટ મોટો લાગતો હતો. જસપ્રીત બુમરાહની 5 વિકેટ અને ઈશાન કિશનની અડધી સદી ટીમ માટે કામ આવી ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર