IPL Player Auction 2022 LIVE Updates: રાહુલ તેવતિયા માટે ગુજરાતે ખોલી તિજોરી, ઓલરાઉંડર લુટાવ્યા 9 કરોડ

શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (20:15 IST)
4 વર્ષ બાદ થઈ રહી છે મેગા ઓક્શન

 
ચાર વર્ષની રાહ જોયા બાદ પહેલીવાર IPLની મેગા ઓક્શન થઈ રહી છે. છેલ્લી મેગા ઓક્શન 2018માં યોજાઈ હતી. જો કે તેનું આયોજન 2021માં થવાનું હતું, પરંતુ કોરોના સંક્રમણને કારણે BCCIએ તેને સ્થગિત કરી દીધું. આ વખતે હરાજીમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લઈ રહી છે
 
આ રીતે થયુ ટીમોનુ પ્લેયર રિટેંશન 
 
મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને દિલ્હીએ હરાજી પહેલા 4-4 ખેલાડીઓને પ્લેયર રિટેન્શનમાં જાળવી રાખ્યા હતા. જ્યારે બેંગ્લોર, રાજસ્થાન અને હૈદરાબાદે 3-3 ખેલાડીઓને રિટેન કર્યા હતા. માત્ર પંજાબે 2 ખેલાડીઓને જાળવી રાખ્યા હતા. તે જ સમયે, બે નવી ફ્રેન્ચાઇઝીએ પણ 3-3 જાળવી રાખી છે.

રાજસ્થાન રૉયલ્સના CEO નું આ ટ્વીટ જોયુ શુ  ? 
IPL 2022 ના મેગા ઓક્શનને લઈને તમામ ટીમો ઉત્સાહિત છે. તમામ ટીમો સોશિયલ મીડિયા પર સક્રિય છે. આવી સ્થિતિમાં રાજસ્થાનના સીઈઓએ ખૂબ જ ફની ટ્વિટ કરી છે. તેણે ટ્વીટ કર્યું કે આજનો દિવસ મોટો છે. પરંતુ સાથે જ ફિલ્મ લાઇન દ્વારા અન્ય ફ્રેન્ચાઇઝીઓને પણ પોતાનો સંદેશ આપ્યો છે.
 
હૈ તૈયાર હમ  - સનરાઇઝર્સ હૈદરાબાદ

 
IPL ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ હૈદરાબાદના આસિસ્ટન્ટ કોચે મેગા ઓક્શન પહેલા મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે SRH ફરીથી તેની 'ઓરેન્જ આર્મી' ઊભી કરવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે IPL 2022ની હરાજી પહેલા સનરાઈઝર્સે પોતાના 3 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં કેપ્ટન કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકનો સમાવેશ થાય છે.

08:14 PM, 12th Feb
 
IPL 2022 Auction: રાહુલ તેવતિયા પર ગુજરાતે ખર્ચ્યા 9 કરોડ 
 
એક ઓવરમાં 5 સિક્સર મારનાર રાજસ્થાન રોયલ્સના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર રાહુલ તેવતિયા પર જોરદાર બોલી લગાવવામાં આવી હતી. CSK અને ગુજરાત વચ્ચેની ભીષણ સ્પર્ધા બાદ આખરે ગુજરાત ટાઇટન્સે તેવટિયાને 9 કરોડમાં ખરીદ્યો.

 
IPL 2022 Auction: રાહુલ તેવતિયા પર કોણ લગાવશે દાવ ?
 
હરિયાણાના ઓલરાઉંડર રાહુલ તેવતિયાનો નંબર આવ્યો છે. તેમની બેસ પ્રાઈસ 40 લાખ છે. તેવતિયા ગઈ સીજન સુધી RRનો ભાગ હતા 
 
 
 
RCB એ બોલીની શરઆત કરી છે. 
CSK પણ ટક્કર આપવામાં લાગી ગયુ છે. 
RCB એ 1.50 કરોડની બોલી લગાવી છે. 
CSK ની બોલી 1.80 કરોડની થઈ છે. 
CSK એ હવે 2 કરોડ રૂપિયા કહ્યા છે. 
- ગુજરાત બાજી મારવા આવ્યુ છે. 
- CSK હાર નથી  માની રહ્યુ અને 3 કરોડની બોલી લગાવી છે. 
- ગુજરાતે 3.4 કરોડની બોલી લગાવી છે 
- CSKએ 4 કરોડની બોલી લગાવી છે. 
- ગુજરાતની આશાઓ પર CSKએ પાણી ફેરવી રહી છે. 
- બોલી હાલ 4.60 કરોડની છે અને ગુજરાતના હાથમાં બાજી છે 
- ગુજરાત ટાઈટંસે 7 કરોડની બોલી લગાવી છે 
- ચેન્નઈએ 7.25 કરોડનો દાવો ઠોક્યો છે. 
-  ગુજરાતે 8 કરોડની બોલી લગાવી છે.
-  CSKએ 8.75 કરોડની દાવ લગાવી છે.
-  ગુજરાત હવે 9 કરોડ આપવા તૈયાર છે.

03:47 PM, 12th Feb
 
IPL 2022 Auction: કમિન્સ KKRમાં પરત ફરવાથી ખુશ

 
ઓસ્ટ્રેલિયાનો તોફાની ઝડપી બોલર પેટ કમિન્સ ફરી એકવાર KKRમાં પાછો ફર્યો છે. જો કે ગત વખતે 15.50 કરોડ કિમંત મેળવનાર કમિન્સ આ વખતે માત્ર 7.25 કરોડ જ મેળવી શક્યો હતો, પરંતુ ફરીથી તે પોતાની ફ્રેન્ચાઈઝીમાં પાછો ફર્યો છે.

03:43 PM, 12th Feb
IPL 2022 Auction: દિલ્હી કેપિટલ્સ 'સરોજિની નગર' સ્ટાઈલ 
 
દિલ્હીએ ફરી એકવાર ડેવિડ વોર્નરને ખરીદ્યો છે અને સૌથી મહત્વની વાત એ છે કે ફ્રેન્ચાઇઝી આ માટે માત્ર 6.25 કરોડ રૂપિયા ખર્ચશે. દિલ્હીની આ ખરીદીના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વસીમ જાફરે તેની મજાકિયા શૈલીમાં તેની સરખામણી દિલ્હીના પ્રખ્યાત સરોજિની નગર બજાર સાથે કરી હતી, જ્યાં સારો માલ સસ્તામાં મળે છે.


03:40 PM, 12th Feb
IPL 2022 Auction: હ્યૂ એડમીડ્સ પર સત્તાવાર અપડેટ 

હરાજી કરનાર હ્યુ એડમ્સના સ્ટેટસ અંગે IPL દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે. IPL તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "IPL હરાજી કરનાર હ્યુજ એડમાઈડ્સ પોસ્ચરલ હાઈપોટેન્શનને કારણે હરાજી દરમિયાન પડી ગયો હતો. તબીબી ટીમે તરત જ તેમનુ ચેકઅપ કર્યુ અને હવે તેઓ સ્થિર છે. ચારુ શર્મા આજે હરાજીની પ્રક્રિયાને આગળ વધારશે 


01:44 PM, 12th Feb
 
IPL 2022 ઓક્શનઃ સ્ટીવ સ્મિથ પણ ખાલી હાથે
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ પણ આ વખતે ખાલી હાથ છે. સ્મિથની 2 કરોડની બેઝ પ્રાઈસ પર કોઈએ બોલી પણ લગાવી ન હતી અને દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ બેટ્સમેનને કોઈ ખરીદદાર મળ્યો ન હતો.
 
IPL 2022 Auction: સુરેશ રૈના પર ન લાગી બોલી 
 
પૂર્વ ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાનો નંબર આવ્યો, પરંતુ તેને 2 કરોડની બેઝ પ્રાઈસ પર કોઈએ ખરીદ્યો નહીં. રૈના લાંબા સમયથી CSKનો ભાગ હતો, પરંતુ પ્રથમ વખત તેને ફ્રેન્ચાઇઝી દ્વારા બહાર કરવામાં આવ્યો હતો અને પ્રથમ વખત તે કોઈ ટીમનો ભાગ બનશે  તેવું લાગતું નથી.

11:53 AM, 12th Feb
IPL 2022 Auction: તમે પણ આપો ગુજરાતને સલાહ 

 
IPL ગુજરાત ટાઇટન્સની નવી ટીમ પ્રથમ વખત હરાજીમાં ઉતરી રહી છે અને આવી સ્થિતિમાં તેમને કેટલાક સૂચનોની જરૂર છે. તમે પણ તેમને મદદ કરી શકો છો. કહો ગુજરાતે કયો ખેલાડી ખરીદવો જોઈએ?

IPL 2022 Auction: હરાજીનો તબક્કો સેટ થઈ ગયો છે
ટાટા આઈપીએલ 2022 ના પહેલા દિવસે એક્શન થોડા સમય પછી શરૂ થઈ ગઈ છે. તમામ ટીમો તૈયાર છે અને સ્ટેજ પણ સજાવવામાં આવ્યું છે. અંદરની કેટલીક તસવીરો બહાર આવી છે અને તમે પણ તેના પર એક નજર નાખો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર